×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આજે 13 નવા કેસ, 1 દર્દીઓનું મોત, કુલ મૃત્યુઆંક 10081

ગાંધીનગર, 27 ઓગસ્ટ 2021 શુક્રવાર  

રાજ્યમાં આજે કોરોનાનાં 13 નવા કેસ નોંધાયા છે, 14 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, રાજ્યમાં હાલ 155 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. તથા 151 દર્દીઓની હાલત સ્ટેબલ છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,140 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, આજે કોરોનાને કારણે સુરતમાં એક મોત થયું છે, જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 પર પહોંચ્યો છે, હાલ રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 4, દાહોદ 2, કચ્છ 2, વડોદરા કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશન 1,  સુરત કોર્પરેશન 1,અને વડોદરામાં 1 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 23 વર્કરને પ્રથમ ડોઝ અને 6810 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 85552 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને અને 75241 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના 265499 નાગરિકોને રસીનો પ્રથમ અને 80749 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજે કુલ 5,13,874 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. રાજ્યમાં કુલ 4,50,37,451 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.