×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આજે નવા 14 કેસ, 24 સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા

ગાંધીનગર, 23 ઓગસ્ટ 2021 સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર હવે વિદાય લઇ રહી છે, આજે માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,066 ડિસ્ચાર્જ થયા છે. આજે એક પણ નાગરિકનું મોત નથી થયું, તેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10079 પર સ્થિર છે, રાજ્યમાં હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 166 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે વડોદરા કોર્પોરેશનમાં 4 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 3 કેસ, સુરતમાં 3, અમરેલી, ગાંધીનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ પૈકી 16 વર્કર્સને રસીનો પ્રથમ જ્યારે 4952 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 85,689 લોકોને રસીનો પ્રથમ જ્યારે 75,700 લોકોને રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. 18-45 વર્ષના 264887 યુવાઓને રસીનો પ્રથમ જ્યારે 70601 લોકોને રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. આજે રસીના કુલ 5,01,845 ડોઝ લગાવવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4,31,68,497 થયો છે.