×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતના વહીવટી તંત્રમાં બદલીનો દોર યથાવત : 7 IAS અધિકારીઓની કરાઈ બદલી, જુઓ લિસ્ટ

ગુજરાતમાં બદલીઓનો દોર યથવાત રહ્યો છે. જેના પગલે આજે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સાત IAS અધિકારીઓની બદલી કરવીમાં આવી છે. જે 7 અધિકારીઓની બદલી કરવામાં આવે છે, તેમાં એમ.કે.દાસ, મોના ખાંધાર, મનિષ ભારદ્વાજ, કમલ દાયાણી, રાજ કુમાર બેનિવાલ અને આરતી કુંવરનો સમાવેશ થાય છે.

આ 7 IAS અધિકારીઓની બદલી

  1. કમલ દાયાણીની એડીશનલ ચીફ સેક્રેટરી GAD તરીકે બદલી કરવામાં આવી છે. 
  2. મનોજ કુમાર દાસની સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ તેઓને આગામી આદેશો સુધી સરકાર, બંદરો અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવના પદનો વધારાનો હવાલો પણ સંભાળશે. 
  3. મોના કે. ખંધારની સરકાર, પંચાયતો, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ મનોજ કુમાર દાસ, IAS ને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ મોના કે. ખંધાર આગળના આદેશો સુધી મહેસૂલ નિરીક્ષણ કમિશનર અને સરકારના મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ભૂતપૂર્વ અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
  4. અશ્વિની કુમારને સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલયના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ આગામી આદેશો સુધી સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
  5. અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને CEO GSDMAનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે  આરતી કંવરની ફાઇનાન્સ CEO તરીકે બદલી કરાઈ છે. 
  6. લાંબા સમયથી દિલ્લીના રેસિડેન્ટ કમિશેનર આરતી કંવર ગુજરાત પરત ફરશે, જેમને ફાઈનાન્સ વિભાગ ના સચિવ તરીકે બદલી જ્યારે રેસિડેન્ટ કમિશ્નર તરીકે વધારાનો ચાર્જ સંભાળશે
  7. રાજકુમાર બેનિવાલની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન-CEO તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ  કમિશ્નર મ્યુનિસિપાલિટીઝ તરીકે રાજકુમાર બેનિવાલ પાસે રહેશે વધારાનો ચાર્જ સોંપાયો છે. 



નોંધનીય છે કે, તાજેતરમાં જ 5 આઈએએસ અધિકારીઓની બદલી/વધારોનો હવાલો સોંપવામાં આવ્યો હતો, જેમાં મનિષા ચંદ્રા, કે.એમ.ભિમજીયાણીની બદલી કરાઈ હતી, જ્યારે એ.કે.રાકેશ, પી.સ્વરૂપ, વિજય નહેરાને વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ 100 આઈએએસ અધિકારીઓની બદલી કરવાના આદેશ છૂટ્યા હતા. આ આદેશમાં મુકેશ પુરી, એ.કે.રાકેશ, કમલ દયાની, અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતનાઓની બદલી થઈ હતી.