×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતના બજેટમાં કોઈ નવી જાહેરાત નહીં: મહિલા, આરોગ્ય, શિક્ષણ ઉપર ફોકસ, નર્મદાની જોગવાઈ 17 ટકા ઘટી


ગાંધીનગર તા. ૩માર્ચ, 2022, ગુરૂવાર

ગુજરાત સરકારે વિધાનસભાનીચુંટણી પહેલાનું છેલ્લું બજેટ આજે ગૃહમાં રજુ કર્યું હતું.ગત વર્ષ કરતા બજેટમાં રાજ્યનો કુલ ખર્ચ સાત ટકા વધી રૂ.૨,૪૩,૯૬૫ કરોડ રાખવામાં આવી છે. વધુ એક નાણામંત્રીએ સદનમાં બજેટ રજુ કરતી વેળાને ખાધના બદલે પુરાંત હોવાનું દર્શાવવાની ઈચ્છા કોરાણે મૂકી નથી. બજેટમાં નવા કરવેરા નાખવામાં આવ્યા નથી અને નથી એમાં પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવ, મોંઘવારીમાં કોઈ રાહત મળે એવી જાહેરાત કરવામાં આવી માત્ર રૂ.વ્યવસાય વેરામાં ફેરફારના કારણે રૂ.૧૦૮ કરોડની રાહત આપવામાં આવી છે.

પ્રથમવખત બજેટ રજુ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ બજેટ એક પડકાર છે કારણ કેબજેટમાં એવી કોઈ જાહેરાત નથી કે જેમાં કોઈ મોટી રોજગારીનું સર્જન થાય, નથી એવી કોઈ વિચારધારા કે જેનાથી કોરોનાની મહામારી પછી ગુજરાત રાજ્યના અર્થતંત્રને થયેલું નુકસાન અટકે અને ગુજરાત ફરીથી દેશના સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ ધપે. આ બજેટમાં જે કોઈ જોગવાઈ કરવામ આવી છે તેમાં આગળની સરકારો શરૂ કરેલી યોજનાઓ

શિક્ષણ,આરોગ્ય, માર્ગ મકાન,,શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રને સૌથી મોટી ફાળવણી

ગત વર્ષની પરમ્પરા અનુસાર રાજ્ય સરકારના બજેટ ૨૦૨૦-૨૩ માં સૌથી વધુ નાણાકીય ફાળવણી શિક્ષણ, શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રને કરવામાં આવી છે. ગત વર્ષે પણ આ ત્રણ ક્ષેત્રોને સૌથી વધુ નાણા મળ્યા હતા. 

વિભાગ

૨૦૨૧-૨૨માં હિસ્સો ટકા

૨૦૨૨-૨૩માં ફાળવણી રૂ. કરોડ

આ વર્ષે હિસ્સો ટકા

શિક્ષણ

૨૦.૮

૩૪,૮૮૪

૨૦.૫

શહેરી વિકાસ

૮.૬

૧૪,૯૨૭

૮.૮

આરોગ્ય

૭.૨

૧૨,૨૪૦

૭.૨

માર્ગ મકાન

૭.૧

૧૨,૦૨૪

૭.૧

ઉર્જા

૮.૩

૧૫,૫૬૮

૯.૨


નર્મદાની ફાળવણીમાં ૧૭ ટકાનો ધરખમ ઘટાડો

રાજ્ય સરકારે જળસંપત્તિ, પાણી પુરવઠો, નર્મદાએમ દરેક ક્ષેત્રે નાણાની ફાળવણી કરી છે પણ રાજ્યમાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે, રાજ્યનો ૬૭ ટકા ભાગ સતત પાણીની ખેંચ સાથે જીવે છે ત્યારે રાજ્યની જીવાદોરી એવા નર્મદા પરિયોજના માટેના ખર્ચમાં ૧૭ ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટ ૨૦૨૧-૨૨માં નર્મદા માટે રૂ.૭૩૭૦ કરોડની ફાળવણી સામે આ વર્ષે ફાળવણી ઘટી રૂ.૬૦૯૦ કરોડ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા બજેટમાં કરી નથી. આઉપરાંત, જળસંપત્તિ માટેની ફાળવણી પણ ત્રણ ટકા ઘટાડી છે. જોકે, પાણી પુરવઠા માટેની જોગવાઈ ૩૭ ટકા વધારી રૂ.૫,૪૫૧ કરવામાં આવી છે. એવું બની શકે કે અન્ય ચીજોમાં ઘટાડો કરી તેનો ઉપયોગ હવે પાણી પુરવઠા વિભાગમાં કરવામાં આવશે.

વિભાગ

૨૦૨૧-૨૨માં હિસ્સો ટકા

૨૦૨૨-૨૩માં ફાળવણી રૂ. કરોડ

૨૦૨૨-૨૩માં હિસ્સો ટકા

નર્મદા

૪.૭

૬૦૯૦

૩.૬

જળસંપત્તિ

૩.૫

૫૩૩૯

૩.૧

પાણી પુરવઠો

૨.૫

૫૪૫૧

૩.૨

કલ્પસર

૦.૮

૧૨૪૦

૦.૭