×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS અધિકારી પંકજ કુમારની નિમણૂંક


ગાંધીનગર,તા.27.ઓગસ્ટ,2021

ગુજરાત સરકારે 1986ની બેચના આઈએએસ ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી નિમણુંક કરી છે.

તેઓ અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી  ચાર્જ સંભાળશે.અનિલ મુકીમની ચીફ સેક્રેટરી તરીકેની ટર્મ આ મહિનાના અંતમાં પૂરી થઈ રહી છે.

પંકજ કુમાર હાલમાં ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રટરી છે.6 મે, 1962ના રોજ જન્મેલા પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈએએસ તરીકે વરણી થઈ હતી.તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે.આ ઉપરાંત તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટ વિષય સાથે એમબીએનો પણ અભ્યાસ કરેલો છે.

મૂળે પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે 15 જુન, 2017ના રોજ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી હતી.વિદાય લઈ રહેલા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ બાદ તેઓ ગુજરાત બેચના આઈએએસ ઓફિસરોમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે.

ગુજરાત કેડરના બીજા વરિષ્ઠ અધિકારીઓ સ્વ.ગુરુપ્રસાદ મહાપાત્ર, વિપુલ મિત્રા અને રાજીવ કુમા્ર ગુપ્તા તેમના બેચમેટ હતા.

પંકજ કુમાર આઈએએસ તરીકે 31 મે,2022ના રોજ નિવૃત્ત થવાના છે.