×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતના ધારાસભ્યો સ્થાનિક વિકાસમાં ઉદાસીન: ત્રીજા ભાગનું ભંડોળ વપરાયું નહિ


અમદાવાદ તા. 03 જૂન 2022, શુક્રવાર

ગુજરાત વિધાનસાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિકાસ અને સ્થાનિક પ્રજાની સમસ્યાનો હલ લાવવાનું વચન આપવા વિવિધ ઉમેદવારો પ્રચાર કરતા શરૂ થઈ જશે. આ સમયે એ જાણવું જરૂરી છે કે વર્તમાન ધારાસભ્યોએ કેટલી કામગીરી કરી હતી. 

રાજ્યના વર્તમાન ધારાસભ્યોની કામગીરી અને પોતાના મતવિસ્તારમાં તેમણે કરેલા વિકાસ કાર્યોના આંકડા ઉપરથી પુરવાર થાય છે કે એકંદરે કામગીરી નબળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક ફંડ પેટે ફાળવવામાં આવેલી કુલ રૂ. 1004.15 કરોડની રકમમાંથી કુલ રૂ. 677.5 કરોડનો જ વાસ્તવિક ખર્ચ થયો છે. એટલે કે દર રૂપિયાનો ત્રીજો ભાગ વાપરવામાં, તેની ફાળવણીમાં ધારાસભ્યો નિષ્ફળ રહ્યા છે. આ વિગત આજે એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રાઇટ્સ દ્વારા જાહેર કરવામાં આવી હતી. 

ગુજરાતમાં દરેક ધારાસભ્યોને દર વર્ષે રૂ. 1.5 કરોડનું ભંડોળ સરકાર બજેટમાંથી ફાળવે છે. આ રકમ પૂર્ણ રીતે વપરાય નહીં તો બીજા વર્ષે તેનો ઉપયોગ કરવાની છૂટ છે.

 રાજ્યોના ધારાસભ્યોને આપવામાં આવતી રકમ અને તેના કાર્યો માટે સ્થાનિક વિકાસ ભંડોળ યોજના કહેવામાં આવે છે. આ સ્કીમમાં કામગીરી એકદમ નબળી રહી છે.