×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગીર સોમનાથઃ ઉનાના નવાબંદરની 15 બોટ પાણીમાં ગરકાવ, 10થી વધુ માછીમારો લાપતા


- રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન

ગીર સોમનાથઃ  

ગુજરાતમાંઅરબ સાગર લો પ્રેશર સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. દરમયાન સોમનાથના દરિયામાં 13થી 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની સમાચાર સામે આવી રહી છે. આ ઉપરાંત 10થી વધુ માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ત્યારે આવી સ્થિતિમાં માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ હતી. એવામાં રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરીને જણાવ્યું હતું કે,હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયાં છે.

આ દુર્ઘટનામાં 15 જેટલી બોટો ડૂબી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ અનેક માછીમારો ગાયબ થયાનું સામે આવી રહ્યું છે. હજુ પણ દરીયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. ખરાબ હવામાન અને ભારે પવનના કારણે સમુદ્રમાં હેલી હોવાથી નાની બોટ એકબીજા સાથે ટકરાઈ હતી.