×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાંધી પરિવારનું કોઈ અહીં લસ્સી પીવા આવ્યું… સ્મૃતિ ઈરાનીને મળેલા જવાબ અંગે કોંગ્રેસની ટીખળ


- આટલા વર્ષોમાં કોંગ્રેસ અમેઠીમાં પાણીની પૂરતી વ્યવસ્થા પણ નહોતું કરી શક્યુંઃ સ્મૃતિ

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેઓ હાલ અમેઠીની મુલાકાતે છે અને ત્યાં અનેક લોકોની મુલાકાત લઈ રહ્યા છે. તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ લસ્સીની દુકાને પહોંચી ગયા છે. ત્યાં તેમણે દુકાનના માલિકને સવાલ કર્યો હતો કે, શું ગાંધી પરિવારનું કોઈ કદી અહીં આવ્યું?

સ્મૃતિ ઈરાનીને આ સવાલનો એવો જવાબ મળ્યો જેની તેમણે ભાગ્યે જ કદી કલ્પના કરી હશે. સ્મૃતિના સવાલના જવાબમાં દુકાનદારે કહ્યું કે, પ્રિયંકા આવી... રાહુલ આવ્યા... બધા આવ્યા છે. દુકાનદારનો આ જવાબ સાંભળીને સ્મૃતિ ઈરાનીએ સ્મિત આપ્યું હતું પરંતુ બીજું કશું ન કહ્યું. કોંગ્રેસે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

વીડિયોમાં શું છે?

કોંગ્રેસી નેતા શ્રીનિવાસ બીવીએ એ વીડિયો શેર કરીને લખ્યું છે કે, સ્મૃતિ ઈરાની સાથે LOL મોમેન્ટ થઈ ગઈ. સ્મૃતિ ઈરાનીને એવું લાગે છે કે, આ દેશમાં બધું પહેલી વખત જ બની રહ્યું છે. આના પહેલા પણ અનેક પ્રસંગે આવા નિવેદન અને આવા વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા છે. ફરક બસ એટલો છે કે, કદી ભાજપ કોંગ્રેસ પર વાર કરે છે અને કદીક કોંગ્રેસ જડબાતોડ જવાબ આપતી દેખાઈ જાય છે. 

જાણવા મળ્યા મુજબ સ્મૃતિ ઈરાની હાલ 2 દિવસના અમેઠી પ્રવાસે છે. ત્યાં તેમણે ઓક્સિજન પ્લાન્ટ અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ગાંધી પરિવાર અંગે કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આટલા વર્ષોમાં કોંગ્રેસ અમેઠીમાં પાણીની પૂરતી વ્યવસ્થા પણ નહોતું કરી શક્યું. 

કોણ છે એ લસ્સીવાળો?

અમેઠી પ્રવાસના વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે સ્મૃતિ ઈરાનીએ ત્યાંની એક પ્રખ્યાત લસ્સીની દુકાને જવાનો નિર્ણય લીધો હતો અને તેઓ અશરફી લાલ લસ્સી કોર્નર પહોંચી ગયા હતા. ત્યાં અનેક કાર્યકરો અને સામાન્ય લોકો પણ તેમના સાથે દેખાયા હતા. વાત-વાતમાં સ્મૃતિએ દુકાનદારને એવો સવાલ પુછી લીધો કે કોંગ્રેસને તેમના પર પ્રહાર કરવાની તક મળી ગઈ.