×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગલવાન ખીણમાં ભારતીય જવાનો રમ્યા ક્રિકેટ, અહીં જ ચીનના સૈનિકો સાથે લોહિયાળ સંઘર્ષ થયો હતો

Image : twitter

નવી દિલ્હી, 04 માર્ચ 2023, શનિવાર

ભારતીય જવાનો કેટલીક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. આ તસ્વીરમાં ભારતીય જવાનો ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. ભારતના જવાનો આજે ગલવાન ખીણમાં ક્રિકેટ રમ્યા હતા જ્યા ચીનના સૌનિકો સાથે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ અંગે ઈન્ડિયન આર્મીએ ટ્વીટ કરીને કહ્યું અમે અશક્યને શક્ય બનાવીએ છીએ.

એક દિવસ પહેલા જ બંને દેશોના વિદેશમંત્રી દિલ્હીમાં મુલાકાત કરી હતી

નવી દિલ્હીમાં G-20 કોન્ફરન્સ દરમિયાન જ્યારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ એકબીજા સાથે હાથ મિલાવીને વિદેશ નીતિ પર વાત કરી રહ્યા હતા, તેના એક દિવસ બાદ ભારતીય સેનાએ કેટલીક એવી તસવીરો જાહેર કરી છે જેનાથી ચીનને ભારતના સંપૂર્ણ આત્મવિશ્વાસનો ખ્યાલ આવી ગયો હશે. જણાવી દઈએ કે G-20 કોન્ફરન્સ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-ચીન સંબંધોને 'અસામાન્ય' ગણાવ્યા હતા.



પૂર્વી લદ્દાખમાં ચીન સાથે અથડામણ થઈ હતી

ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ભારતીય સેના પૂર્વ લદ્દાખમાં ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. પૂર્વીય લદ્દાખ મે 2020થી ચીન અને ભારત વચ્ચેના અથડામણનું કેન્દ્ર રહ્યું છે. આ અથડામણને કારણે બંને દેશોમાં સૈન્ય તણાવ પણ ઉભો થયો છે. જોકે ભારતીય સેનાએ તે વિસ્તારનો ખુલાસો કર્યો નથી જ્યાં સૈનિકો ક્રિકેટ રમી રહ્યા છે.  ભારતીય સેનાના સૈનિકો જ્યાં ક્રિકેટ રમી રહ્યા છે તે સ્થળ પેટ્રોલ પોઇન્ટ 14થી લગભગ 4 કિલોમીટર દૂર છે. પેટ્રોલ પોઈન્ટ એ જ જગ્યા છે જ્યાં જૂન 2020માં ચીની સેનાએ ભારતના સૈનિકો પર વિશ્વાસઘાત કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 20 જવાનોએ બલિદાન જીવ ગુમાવ્યો હતો.