×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગરીબ-મધ્યમ વર્ગ પર ટામેટાની લાલ આંખ… કિલોનો ભાવ 120, દિલ્હી-મુંબઈથી લઈને પટણામાં આસમાને પહોંચ્યા ભાવ

નવી દિલ્હી, તા.2 જૂન-2023, મંગળવાર

દેશમાં ટામેટાના ભાવો આસમાને પહોંચી ગયા છે. મહિના પહેલા કિલોએ 5-7 રૂપિયાના ભાવે વેચાતા ટામેટાની કિંમત દેશના ઘણા શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. બટાટા, ડુંગળી અને ટામેટા એવી શાકભાજી છે, જે લગભગ તમામ રસોઈમાં રોજબરોજ ઉપયોગ થાય છે. જોકે આસમાને પહોંચેલા ટામેટાના ભાવે રસોઈના બજેટ પર મોટી તરાપ મારી છે. દિલ્હી-ગાજિયાબાદ, જયપુર-ભોપાલ-ઈંન્દોર, રાયપુર, પટણા, કાનપુર-લખનઉ સહિતના શહેરોમાં ટામેટાએ ગરીબ અને મધ્યમ વર્ગ સામે લાલ આંખ કરી હોય તેવા ભાવો જોવા મળી રહ્યા છે.

ગાજિયાબાદમાં ટામેટાના ભાવ 120 રૂપિયે કિલો

રાજધાની દિલ્હીમાં ટામેટા 100થી 110 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, તો દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદ શહેરમાં પ્રતિ કિલો 120 રૂપિયાની કિંમત થઈ ગઈ છે. શહેરના પોશ વિસ્તારો અને હાઈરાઈઝ સોસાયટીઓની આસ-પાસ 120 રૂપિયા કિલો વેચાઈ રહેલા ટામેટાથી લોકો હેરાન આશ્ચર્ય પામ્યા છે. તો લોકો ટામેટા ખરીદવાથી પણ દુર ભાગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અઠવાડીયા પહેલા માર્કેટમાં ટામેટાની કિંમતો હોલસેલ અને રિટેલમાં 35થી 50 રૂપિયે કિલોની આસપાસ હતી. જોકે હવે ભાવમાં ડબલ વધારો થયો છે.

1થી 24 જૂન વચ્ચેના ટામેટાના ભાવ

આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 જૂને ટામેટાંનો મહત્તમ જથ્થાબંધ ભાવ 720 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (રૂ. 7.20 પ્રતિ કિલો) હતો, જે 24 જૂન સુધીમાં દિલ્હીની આઝાદપુર મંડીમાં 5200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (રૂ. 52 પ્રતિ કિલો) પર પહોંચી ગયો હતો. દિલ્હી-ગાઝિયાબાદ સિવાય દેશના અન્ય કેટલાક મોટા શહેરોમાં ટામેટાંના તાજા ભાવો પર નજર કરીએ તો...

રાજસ્થાન

  • જયપુર - રૂ100 પ્રતિ કિલો
  • જોધપુર - રૂ.90 પ્રતિ કિલો
  • અજમેર - રૂ.70 પ્રતિ કિલો

મધ્યપ્રદેશ

  • ભોપાલ - રૂ100 પ્રતિ કિલો
  • ઇન્દોર - રૂ.100 પ્રતિ કિલો
  • ગ્વાલિયર - રૂ.120 પ્રતિ કિલો

છત્તીસગઢ

  • રાયપુર - રૂ.90 પ્રતિ કિલો
  • ભિલાઈ - રૂ.90 પ્રતિ કિલો

બિહાર

  • પટના - રૂ100-120 પ્રતિ કિલો
  • ભાગલપુર - રૂ.100 પ્રતિ કિલો
  • ગયા - રૂ.80 પ્રતિ કિલો