×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગડકરીને ધમકી આપનાર વ્યક્તિની થઈ ઓળખ, જેલમાં બંધ ગેંગસ્ટરે આપી હતી ધમકી

Image: Twitter 



કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જેલમાંથી ધમકીઓ મળી રહી હતી. ફોન કરનાર આરોપી એક ગેંગસ્ટર તેમજ હત્યાના આરોપમાં જયેશ કાંથા જેલમાં બંધ  છે, જે કર્ણાટકની બેલાગવી જેલમાં બંધ છે. જેલની અંદર ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કરીને તેણે ગડકરીની ઓફિસમાં ધમકીભર્યા ફોન કર્યા હતા.

પોલીસ કમિશનર જણાવ્યુ કે, જેલ પ્રશાસને આરોપી પાસેથી એક ડાયરી જપ્ત કરી છે, નાગપુર પોલીસની એક ટીમ તપાસ માટે બેલગાવી રવાના થઈ ગઈ છે. નાગપુર પોલીસે પ્રોડક્શન રિમાન્ડની માંગણી કરી છે. નીતિન ગડકરીને પ્રથમ સાત મિનિટમાં બે વાર ફોન કરવામાં આવ્યો હતો, પછી એક કલાક પછી ફરી એકવખત ધમકી આપતો ફોન આવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગપુરમાં ગડકરીની ઓફિસમાં સવારે 11.25, 11.32 અને 12.32 કલાકે ત્રણ ધમકીભર્યા કોલ મળ્યા હતા.

નીતિન ગડકરીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે: નાગપુર ડીસીપી
નાગપુરના ડીસીપીએ જણાવ્યું કે, નીતિન ગડકરીને ત્રણ ધમકીભર્યા ફોન આવ્યા પછી ગડકરીની હાલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તેમના કાર્યક્રમના સ્થળે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. એક પોલીસ અધિકારીના નિવેદન મુજબ, ગઈકાલે રાત્રે ફોન કરનારની ઓળખ થઈ ગઈ છે અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને કર્ણાટક મોકલવામાં આવી છે.