×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક, આગામી CM પાટીદાર સમાજનો હોવા જોઇએ : નરેશ પટેલ

અમદાવાદ, તા. 12 જૂન 2021, શનિવાર

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી તૈયારીઓ અને રણનીતિઓ બની રહી છે. તમામ રાજકિય પક્ષ અને નેતાઓ ચૂંટણીને ધ્યાને લઇને આગળ વધી રહ્યા છે. ત્યારે આજે ખોડલધામ મંદિર કાગવડ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી છે. પાટીદાર સમાજની બેઠકને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં ખોડલધાન ચેરમેન નરેશ પટેલના નિવેદનના કારણે અનેક અટકળો વહેતી થઇ છે. 

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય તેવી અમારી ઇચ્છા છે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ ઘણો મોટ છે. દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે સમાજને રાજકિય પ્રભુત્વ મળે તે અંગે ચરાચ વિચારણા કરવામાં આવશે. આ સાથે જ નરેશ પટેલે કહ્યું કે કેશુભાઇ પટેલ જેવો આગેવાન હજુ સુધી મળ્યો નથી.

આ બેઠક પરથી ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે ખોડલધામ – કાગવડ ખાતે આ બેઠક શરુ થઇ છે. જેમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. બેઠક પહેલા નરેશ પટેલે કહ્યું હતું કે અમે થોડા દિવસો પહેલા ઊંઝા દર્શન માટે ગયા હતા. બેઠકમાં ઊંઝામાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી તે અંગે ચર્ચા કરીશું.

 આ સિવાય નરેશ પેટેલે આમ આદમી પાર્ટી વિશે મહત્વનું નિવેદન આપ્યું છે, જેના ઘણા રાજકિય અર્થો નિકળે છે. સાથે જ એક પ્રકારનો ઇશારો પણ ગણા શકાય. નરેશ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. પરંતુ હાલ આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે તેના કારણે તેને ગુજરાતમાં ફાયદો થઇ શકે છે.