×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલન પર આંતરરાષ્ટ્રીય હસ્તીઓના ટ્વિટ બાદ અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટીએ શું કહ્યું?

નવી દિલ્હી, તા. 3 જાન્યુઆરી 2021, મંગળવાર

ગઇ કાલ રાતથી ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનને લઇને આંતરરાષ્ટ્રીય હસ્તો દ્વારા ટ્વિટ કરવાની શરુઆત થઇ છે. આ શરુઆત પોપ ગાયિકા રિહાના દ્વારા કરવામાં આવી હતી. રિહાનાના ટ્વિટ બાદ અન્ય ઇન્ટરનેશનલ સેલિબ્રિટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યા છે. જેમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, અમેરિકી ભિનેત્રી અમાંડા કેરીની સહિતની હસ્તીઓનો સમાવેશ થાય છે. 

ત્યારે આ તમામ હસ્તીઓના ટ્વિટ બાદ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે બોલિવૂડ કલાકારે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન, સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે ભારત સામેના પ્રોપગેંડાથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. આ તમામ બોલિવૂડ કલાકારોએ #IndiaTogether  #IndiaAgainstPropaganda હેશટેગ સાથે ટ્વિટ કરયા છે.

ભારત સામેના પ્રોપગેંડાનો ભાગ ના બનો – અજય દેવગન

બોલિવૂડ ભિનેતા અજય દેવગને દેશમાં ચાલતા ખેડૂત આંદોલનના નામ ઉપર ભારતનો વિરોધ કરનારા લોકોને ચેતવણી આપતા કહ્યું કે તેઓ કોઇ પણ પ્રોપગેંડાનો ભાગ ના બને. તેમણે ટ્વિટ કરીને કહયું કે, ભારત અથવા તો ભારતની નીતિઓના વિરુદ્ધમાં ચાલતા કોઇ પણ પ્રોપગેન્ડાનો ભાગ ના બનો. કોઇ પણ આંતર કલેહ વગર મહત્વનું છે કે આપણે એક બની રહીએ.

અરધું સત્ય વધારે ખતરનાક – સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણે દરેક વસ્તુને હંમેશા વ્યાપક રીતે જોવી જોઇએ, કારણ કે અરધા સત્ય કરતા વધારે ખતરનાક બીજું કંઇ નથી હોતું. 

સમાધાનના પ્રયાસો શરુ છે – અક્ષય કુમાર

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે કહ્યું કે ખેડ઼ૂતો આપણા દેશનું મહત્વપૂર્ણ અંગ છે. આ મુદ્દાને લઇને સમાધાનને લઇને પ્રયાસો ચાલી રહ્યા છે. કોઇ અન્ય લોકો દ્વારા મતભેદ ઉભા કરવા પર ધ્યાન આપવાની જગ્યાએ પરસ્પર સમાધાનનું સમર્થન કરવું જોઇએ.

તો કરણ જોહરે પણ ખેડૂત આંદોલન અંગે ટિપ્પણી કરતા કહ્યું છે કે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, અને અત્યારના સમયે દરેક વાત ઉપર ધીરજથી કામ લેવાની જરુર છે.  બધાએ એકજૂથ થઇને સમાધાન માટે પ્રયાસો કરવા જોઇએ. ખેડૂતો ભારતની કરોડરજ્જૂ છે. આપણી વચ્ચે કોઇને ભાગલા પાડવાની અનુમતિ આપવી ના જોઇએ.