×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કરનારી ગ્રેટા થનબર્ગ સામે FIR, જાણો ગ્રેટાનો જવાબ

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2021 ગુરૂવાર

દિલ્હી પોલીસે નવા કૃષિ કાયદાનાં વિરોધમાં ભારતના ખેડૂત આંદોલન અંગે જલવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના તાજેતરના કથિત ઉશ્કેરણીજનક ટ્વીટ સામે FIR નોંધી છે. ગ્રેટા થનબર્ગે તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી, જેમાં પોપ ગાયિકા રિહાન્નાએ ભારતમાં ખેડુતોના વિરોધ પ્રદર્શન તરફ ધ્યાન દોર્યા બાદ તરત જ ખેડૂત આંદોલન સાથે એકતા બતાવી હતી.

સ્વીડનનાં રહેવાસી થનબર્ગ ગ્રેટા પર આઈપીસીની કલમ 153 એ અને 120 બી હેઠળ FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે ગ્રેટા વિરુદ્ધ તેમના ઘણા ટ્વીટ્સની નોંધ લીધી છે, જેને ઉશ્કેરણીજનક ગણાવ્યામાં આવ્યા છે.

ખેડુતો પ્રત્યે એકતા દર્શાવતા વિશ્વભરની અનેક વિદેશી હસ્તીઓએ પોપ ગાયકા રિહાન્ના, ગ્રેટા થનબર્ગ અને કમલા હેરિસની ભાણી સહિત ઘણા લોકોએ આ અંગે ટિપ્પણી કરી છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે પ્રથમ ટ્વીટમાં ગ્રેટા થનબર્ગે લખ્યું કે "અમે ભારતમાં #FarmersProtest સાથે એકજુથ થઇને ઉભા છીએ". તેના ટ્વીટ બાદ રિહાન્ના કહ્યું છે કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ.

જોકે, વિદેશ મંત્રાલયે આ અંગે બુધવારે નિવેદન જારી કર્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે દુખની વાત છે કે કેટલીક સંસ્થાઓ અને લોકો તેમનો એજન્ડાને લાદવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. કોઈપણ પ્રકારની ટિપ્પણી કરતા પહેલા તથ્યો અને પરિસ્થીતીઓની તપાસ કરવી જરૂરી છે.

ગ્રેટાનો જવાબ

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી ટ્વિટ કરીને કહ્યું છે કે તે ખેડુતોની સાથે ઉભી છે, તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું ખેડુતોનાં શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શન સાથે છું, કોઇ પણ નફરત, ધમકી તેને નહીં બદલી શકે, ગ્રેટા થનબર્ગે આ ટ્વીટ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR બાદ આવ્યું છે.