×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોના ભારત બંધની અનેક રાજ્યોમાં અસર


કૃષિ કાયદાનો વિરોધ : અનેક ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયન, વિપક્ષો બંધમાં જોડાયા

બંધને કારણે 50 ટ્રેનો રદ, અનેક મુસાફરો અટવાયા : અનેક હાઇવેને જામ કર્યા, જંતર મંતર પર ટ્રેડ યુનિયનોના ધરણા

નવી દિલ્હી : કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા 27મી તારીખે ભારત બંધ પાળવામાં આવ્યો હતો. જે દરમિયાન અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ભારત બંધને ખેડૂતો ઉપરાંત અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોનું સમર્થન મળ્યું હતું.

સંયુક્ત કિસાન મોરચાના ભારત બંધને અનેક રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું. અને બંધમાં જોડાયા પણ હતા. ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.  આ દરમિયાન અનેક રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ખેડૂતો આ દરમિયાન ઇમર્જન્સી સેવાઓને છોડીને દરેક વસ્તુઓને બંધ રાખી હતી. 

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ભારત બંધ પૂર્ણ રૂપે સફળ રહ્યો છે. હવે આગામી રણનીતી સંયુક્ત કિસાન મોરચા તૈયાર કરશે. તેમણે કહ્યું કે અમારો ભારત બંધ સફળ રહ્યો છે. અમને ખેડૂતોનું પુરૂ સમર્થન મળ્યું હતું. અમે બધુ જ સીલ ન કરી શકીએ કેમ કે અમારે લોકોની અવર જવરને સુવિધાજનક બનાવવાની હતી. 

સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા દરમિયાન ભારત બંધ પાળવામાં આવ્યો હતો. અનેક સૃથળે ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોઇ જગ્યાએ ઘર્ષણ કે ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના સામે નથી આવી. ખાસ કરીને દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરેમાં ભારત બંધની અસર વધુ જોવા મળી હતી. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા, કેરળમાં પણ મોટા પાયે ધરણા પ્રદર્શનો યોજાયા હતા. 

જ્યારે સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ, બિહાર, આસામ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, હરયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પોંડીચેરી, પંજાબ, રાજસૃથાન, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પ. બંગાળમાં અસર જોવા મળી હતી.

દરમિયાન રેલવેએ જણાવ્યું હતું કે ભારત બંધ દરમિયાન 50 ટ્રેનોને અસર થઇ હતી, દિલ્હી, અંબાલા, ફિરોઝપુર ડિવિઝનમાં 20 સૃથળોએ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.  જંતરમંતર પર ટ્રેડ યુનિયન્સ દ્વારા ખેડૂતોના ભારત બંધને સફળ બનાવવા માટે પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.