×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડાના જીએસપીસીના અનલોડીંગ સ્ટેશનથી ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ,શનિવાર

સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલ દ્વારા ખેડા જિલ્લાના નવા ગામ સ્થિત જીએસપીસીના ઓઇલ અનલોડીંગ સેન્ટર ખાતેથી લાખો લિટર ઓઇલ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે રૂપિયા ૧.૭૯ કરોડની કિંમતનો ચાર લાખ લિટર ઓઇલ સહિત કુલ ૨.૩૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ૧૧ આરોપીઓ વિરૂદ્વ ગુનો નોંધ્યો છે. સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે ખેડા જિલ્લાના નવાગામમાં આવેલા જીએસપીસીના ઓઇલ અનલોડીંગ સ્ટેશનથી ઓઇલની ચોરી કરીને બારોબાર વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીને આધારે એક ટેન્કરને રોકીને તપાસ કરવામાં આવી હતી. જે બાદ નવા ગામ પાસે આવેલા વિનસ એન્ટરપ્રાઇઝ નજીક એક ગોડાઉનમાંથી ઓઇલનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ જીએસપીસીના ઓઇલ અનલોડીંગ સ્ટેશન પર કામ કરતા સ્ટાફની મીલીભગતથી ઓઇલની ચોરી કરતા કરતા હતા અને બજારમાં બારોબાર વેચાણ કરતા હતા. આ કેસની તપાસ દરમિયાન પોલીસે કુલ ૧.૭૯ કરોડની કિંમતનું ૪.૦૭ લાખ લીટર ઓઇલ, બે ટેન્કર, ૫૮ બેરલ સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અનુસંધાનમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા સાત આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે.