×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખુશખબર: દેશને મળશે વધુ એક રસી, અંતિમ તબક્કામાં છે ફાઇઝરની રસીની મંજુરી

નવી દિલ્હી, 22 જુન 2021 મંગળવાર

ફાઇઝરનાં સીઇઓ આલ્બર્ટ બૌર્લાએ કહ્યું કે ભારતમાં કોવિડ 19 વેક્સિનને મંજુરી મેળવવા માટે ફાઇઝર હવે છેલ્લા તબક્કામાં છે, મને આશા છે કે નજીકનાં ભવિષ્યમાં જ અમે સરકાર સાથે એક સમજુતીને અંતિમ સ્વરૂપ આપીશું, આ સમાચાર ત્યારે આવ્યો છે, જ્યારે ભારતને રસીનો પુરવઠો મોટા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર અમેરિકાની અગ્રણી ફાર્મા કંપનીઓ સાથે ચર્ચા કરી રહી છે, સરકારી સલાહકાર વિનાદ કુમારે મિડિયાને જણાવ્યું કે રસીની આયાત અંગેનો કોઇ પણ અંતિમ નિર્ણય ભારતિય કાયદાને અનુકુળ હોવો જોઇએ, અને સરકારને આશા હતી કે આ રસી આ વર્ષની સમાપ્તી પહેલા દેશમાં ઉપલબ્ધ થઇ જશે.   

એપ્રિલ 2021માં ભારતે મોડર્ના, જોહન્સન એન્ડ જોહન્સન તથા ફાઇઝરને COVID-19 ની બીજી લહેર વચ્ચે ભારતીય બજારમાં રસીનો પુરવઠો પુરો પાડવા માટે આમંત્રિત કર્યા હતાં,  જો કે ભારતે આ ફાર્મા કંપનીઓ સાથે કોઇ સમજુતી પર હસ્તાક્ષર કર્યા નથી, કેમ કે બાદમાં કથિત રીતે રસીનાં પ્રતિકુળ અસરથી થતી નુકસાનની ભરપાઇ માટે હસ્તાક્ષર કર્યા વગર કોઇ પણ દેશમાં રસીની સપ્લાય કરવામાં આવી નથી.  

એવી અટકળો છે કે ફાઇઝર વેક્સિન ઓગસ્ટ સુધી ભારતમાં ઉપલબ્ધ થઇ શકે છે, જો કે કંપનીએ આ અંગે કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી,  એવા રિપોર્ટ છે કે ફાઇઝર રસીનાં પહેલા શોટ પહેલા દેશમાં રસીનું ટ્રાયલ થશે.