×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખુશખબર! ઓફિસમાં 15 મિનિટથી વધુ થયેલું કામ પણ ઓવરટાઇમ, કંપનીએ કર્મચારીઓને મહેનતાળું ચુકવવું પડશે

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2021 રવિવાર

આગામી નાણાકિય વર્ષથી પ્રસ્તાવિત નવા શ્રમ કાયદા અંગે સરકારે કામ તેજ કરી દીધુ છે, નવા નિયમો હેઠળ ઓવરટાઇમની વર્તમાન સમય મર્યાદામાં બદલાવ કરી શકે છે, નવા નિયમો હેઠળ નક્કી કરેલા કરેલા કલાકોથી 15 મિનિટથી વધુ સમય સુધી કામ થયું તો તેને ઓવરટાઇમની કેટેગરીમાં રાખવામાં આવશે, અને કંપનીએ કર્મચારીઓને તેની અવેજમાં મહેનતાળું ચુકવવું પડશે.

પહેલા સમય મર્યાદા અડધો કલાકની હતી, શ્રમ મંત્રાલયએ આ બાબતે તમામ હિતધારકો સાથે વિચાર-વિમર્શનું કામ પુરૂ કરી લેવામાં આવ્યું છે, અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ મહિનાનાં અંતે તમામ પ્રક્રિયાઓ પુરી કરી લેવામાં આવશે, અને નિયમોને અમલી બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ શકે છે, સરકારને આશા છે કે આ નવા નિયમોથી બિઝનેશ પ્રક્રિયામાં સુધારા થવાની સાથે-સાથે શ્રમિકોની હાલતમાં સુધારો થશે. 

કોન્ટ્રાક્ટ વર્કરને થશે ફાયદો

નવા કાયદોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો અથવા ફરી થર્ડ પાર્ટી હેઠળ કામ કરનારા લોકોને પણ મોટી રાહત આપવનો નિર્ણય કરી લીધો છે, તેમાં આવી જોગવાઇ કરવામાં આવી છે, જેનાથી કોન્ટ્રાક્ટ પર કામ કરનારી વ્યક્તીને વેતન કાપીને આપી ન શકાય, શ્રમિક સંગઠન અને ઉપયોગ જગતની સાથે થઇ બેઠકમાં ચર્ચા બાદ સહમતી બની છે, કે અગ્રણી કંપનીઓ જ આ સુનિશ્ચિત કરશે કે તેને પુરૂ વેતન મળે.

પીએફ અને ઇએસઆઇ જેવી સુવિધા પણ મળશે

કર્મચારીઓને પીએફ અને ઇએસઆઇ જેવી સુવિધાની વ્યવસ્થા પણ કંપનીઓએ જ સુનિશ્ચિત કરવા સંબંધી નિયમ બનાવવાનાં સંકેત આપ્યા છે,  સરકારનો ઇરાદો છે કે નવી જોગવાઇઓ દ્વારા હવે કોઇ કંપની એ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં કે કોન્ટ્રાક્ટ કે થર્ડ પાર્ટી તરફથી આવેલા કર્મચારીઓને પીએફ અને ઇએસઆઇ જેવી સુવિધા આપી ન શકે.