×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખાવુ અને વસતી વધારવી…આ બે કામ તો જાનવર પણ કરી શકે છે : મોહન ભાગવત

નવી દિલ્હી,તા.14 જુલાઈ 2022,ગુરૂવાર

તાજેતરમાં સેલિબ્રેટ થયેલા વર્લ્ડ પોપ્યુલેશન ડે પર સૌથી વધારે ચર્ચા ભારતની વધતી જતી વસતીની રહી હતી.

જેની વચ્ચે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતનુ એક નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેમણે કહ્યુ હતુ કે, ખાવુ અને વસતી વધારવી..આ બે કામ તો જાનવર પણ કરી શકે છે.

ભાગવે કર્ણાટકની યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ દરમિયાન આ વાત કરતા કહ્યુ હતુ કે, માત્ર જીવતા રહેવુ જ મનુષ્યનો ધ્યેય નથી. માત્ર ખાવુ અને વસતી વધારવી..આ બે કામ તો જાનવર પણ કરી શકે છે. શક્તિશાળી જ જીવતો રહેશે તે જંગલનો નિયમ છે પણ શક્તિશાળી વ્યક્તિ બીજાની સુરક્ષા કરે તો તે મનુષ્ય હોવાનુ લક્ષણ છે.

ભાગવતે વસતી વધારા પર સીધી રીતે તો નહીં પણ આડકતરી રીતે આ પ્રકારની ટિપ્પણી કરી હતી.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈતિહાસમાંથી બોધપાઠ લઈને વિકાસ કરવાનુ શરૂ કર્યુ છે. આજે જે વિકાસ દેખાઈ રહ્યો છે તેનો પાયો 1857માં નંખાયો હતો અને સ્વામી વિવેકાનંદે પોતાની વિચારધારાથી તેને આગળ ધપાવ્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે, ભાષા અલગ છે તો વિવાદ છે અને તમારો ધર્મ અલગ છે તો પણ વિવાદ છે, બીજો દેશ છે તો વિવાદ છે. પર્યાવરણ અને વિકાસ વચ્ચે હંમેશા વિવાદ રહ્યો છે. આ જ પ્રકારના માહોલમાં  છેલ્લા એક હજાર વર્ષથી દુનિયા વિકસી છે. તમામને પ્રેમ કરો અને તમામની સેવા કરો. પ્રકૃતિ નાશંદ છે પણ પ્રકૃતિનો જે મુખ્ય સ્ત્રોત છે તે શાશ્વત છે.