×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રુડ ઓઈલના ભાવ સાત મહિનામાં સૌથી નીચે, પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ રાહત નહીં


નવી દિલ્હી,તા.11.સપ્ટેમ્બર,2022 રવિવાર

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ સાત મહિનામાં સૌથી નીચી સપાટીએ છે પણ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

મંદીની આસંકાના પગલે ફેબ્રુઆરીની શરુઆત બાદ પહેલી વખત બ્રેન્ટ ક્રુડ ગયા અઠવાડિયે  પ્રતિ બેરલ 90 ડોલરથી પણ નીચે જતુ રહ્યુ હતુ.એ પછી જોકે તેમાં થોડી તેજી દેખાઈ છે અને અત્યારે તેનો ભાવ 92.84 ડોલર પ્રતિ બેરલ છે.આમ છતા આ પણ છેલ્લા 6 મહિનાનો સૌથી ઓછો ભાવ છે.

જોકે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લોકોને તેનાથી કોઈ રાહત મળી નથી.158 દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આ અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે કહ્યુ હતુ કે, જાહેર શેક્ષત્રની કંપનીઓએ જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં ઓઈલના ભાવ વધ્યા હતા ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવ વધાર્યા નહોતા.તે સમયે તેમને જે નુકસાન થયુ હતુ તેની ભરપાઈ કંપનીઓ અત્યારે કરી રહી છે.જોકે કંપનીઓને કેટલુ નુકસાન થયુ છે તે અંગે તેમણે વિસ્તારથી જાણકારી આપી નહોતી.

ભારત દ્વારા આયાત કરાયેલા ઓઈલનો ભાવ આઠ સપ્ટેમ્બરે 88 ડોલર પ્રતિ બેરલ હતો.એપ્રિલ મહિનામાં ભારતને ઓઈલ 102.97 ડોલર પ્રતિ બેરલ ભાવે પડતુ હતુ.જુલાઈ મહિનાથી જોકે ઓઈલના ભાવમાં ઘટાડો શરુ થયો છે.