×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રિકેટ જગતમાં આઘાત: લેગસ્પીનના જાદુગર શેન વોર્નનું નિધન


બેંગકોક : વિશ્વના ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ મહાન ખેલાડીઓમાંથી એક, લેગ સ્પીનના જાદુગર એવા ઓસ્ટ્રેલીયન શેન વોર્નનું આજે બાવન વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી અવસાન થયું છેથાઈલેન્ડ ખાતે વસવાટ કરતા વોર્નના મેનેજમેન્ટે આજે એક ટૂંકા નિવેદનમાં જાહેરાત કરી હતી કે મહાન ખેલાડી હવે આપણી વચ્ચે નથી રહ્યો. “શેનવોર્ન અમનેબેભાન અવસ્થામાં તેની વિલામાં મળી આવ્યો હતો. મેડીકલ સ્ટાફની જહેમત પછી પણ તે ભાનમાં નહી આવ્યો હતો અને મૃત જાહેર કરવામાં આવ્યો છે,” એમ આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ સંજોગોમાં તેના કુટુંબે શાંતિ ઇચ્છતા બાકીની વિગતો પછીથીજાહેર કરવા જણાવ્યું છે.

શેન વોર્ન તેના લેગસ્પીન, ફ્લીપર અને અન્ય વિવિધ બોલિંગથી ઓસ્ટ્રેલીયન ક્રિકેટની કેપ્ટન સ્ટીવ વો, માર્ક ટેલર, રિકી પોન્ટિંગની અજેય સફળતામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. શેન વોર્ને ૧૪૫ ટેસ્ટમાં ૭૦૮ વિકેટ અને ૧૯૪ વન-ડેમાં ૨૯૩ વિકેટ ઝડપી હતી. એક સમયે તે વિશ્વમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર તરીકેનો રેકર્ડ ધરાવતો હતો જે પછીથી શ્રી લંકાના મુરલીધરને ૨૦૦૭માં તોડ્યો હતો.