×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રિકેટર ઇરફાન પઠાણને મારી પુત્ર વધૂ સાથે સંબંધ છે, વેજલપુરમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીનો ગંભીર આક્ષેપ

અમદાવાદ, તા.6 મે 2021, ગુરૂવાર

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને પુત્રવધુ સાથે સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ અમદાવાદના વેજલપુરમાં રહેતા સિનિયર સિટીઝન દંપતિએ કર્યો છે. વેજલપુરની પોલીસ ચોકી ઉપર બોલાવવામાં આવતાં સિનિયર સિટીઝન દંપતિએ એક વિડિયો વાયરલ કર્યો છે તેમાં અતિ ગંભીર આક્ષેપો કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે, પુત્રવધુએ સાસરિયા સામે ગત માર્ચ મહિનામાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. 

આ ફરિયાદ મુજબ, માતા-પિતા વિહોણી યુવતી તેના ફોઈના ઘરે જ ઉછરી હતી અને આ પરિવારે જ તેના લગ્ન કરાવ્યા હતા. આક્ષેપો - પ્રતિઆક્ષેપોના દોર વચ્ચે સત્ય શું છે એ તો ઊંડી પોલીસ તપાસ થાય તો જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. અત્યારે તો વાયરલ થયેલા વિડિયોથી ક્રિકેટર ઈરફાન પઠાણ સામે ગંભીર આક્ષેપોએ ચકચાર જગાવી છે.

જુહાપુરાના હાજીબાવા પાર્કમાં રહેતા ઈબ્રાહીમભાઈ સૈયદ અને તેમના પત્નીનો  એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં નિવૃત્ત પોલીસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે પુત્રવધુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર, વડોદરાના ઈરફાન પઠાણના સંબંધો અંગે ગંભીર આક્ષેપો કર્યાં છે. ક્રિકેટર ઈરફાન પઠાણને તેમની પુત્રવધુ સાથે સંબંધ છે.

આ ઉપરાંત, પોતે પોલીસમાંથી નિવૃત્ત થયા હોવા છતાં ઈરફાન પઠાણ ઉચ્ચ અધિકારીઓ થકી દબાણ લાવતો હોવાથી પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યાં છે. બીજી તરફ, આક્ષેપો કરનાર દંપતિ અને તેમના પુત્ર સામે પુત્રવધુ અગાઉ વડોદરા અને અમદાવાદમાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી ચૂકી છે.

વર્ષ 2018માં લગ્ન પછી પુત્રીનો જન્મ થયા બાદ સાસરિયા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પુત્રવધુ અગાઉ કરી ચૂકી છે. પરિવારના અન્ય સભ્યોએ સમાધાન કરાવતાં પરત ફરેલી પરિણીતાને સાસરીમાં ફરી ત્રાસ અપાયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસમાં નોંધાવાઈ હતી.

આ કેસમાં કાર્યવાહી પછી વેજલપુર પોલીસે સુલેહ-શાંતિના અટકાયતી પગલાં માટે દંપતિ અને પુત્રને સોનલ પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. પોલીસ ચોકીએ જતાં પહેલાં દંપતિએ વિડિયો વાયરલ કર્યો છે તેમાં ક્રિકેટર ઈરફાન પઠાણ સામે ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલ કર્યો છે.  આ દંપતિ જીંદગી ટૂંકાવી લઈશું તેવી વાત કરતો વિડિયો વાયરલ કરી દવા સાથે પોલીસ ચોકીએ પહોંચ્યું હતું. જો કે, પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

પુત્રવધુ અને તે વડોદરામાં જ્યાં ઉછરી છે ત્યાં રહેતા ક્રિકેટર ઈરફાન પઠાણ સામે અતિ ગંભીર ગંભીર આક્ષેપો અંગે કોઈ પુરાવા રજૂ નહીં કરાયાનું વેજલપુર પોલીસ કહી રહી છે. જો કે, હાલના સંજોગોમાં તો જાણીતા ક્રિકેટર સામેના આક્ષેપોના વાયરલ વિડિયોએ ચકચાર જગાવી છે. આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો પોલીસ તપાસ થાય તો જ સ્પષ્ટ થાય તેમ છે. મારા છોકરા ઉપર આઠ દિવસથી દબાણ લાવે છે કે, જે ચાલે છે તે ચાલવા દે પોલીસ તંત્રમાંથી એએસઆઈ તરીકે નિવૃત થયેલા સૈયદ ઈબ્રાહિમભાઈ અને તેમના પત્નીનો એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં ઈરફાન પઠાણ અને પોતાની પુત્રવધુ માટે અતિ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. 

''મારું નામ સૈયદ ઈબ્રાહિમ છે. મારા દિકરાની પત્ની ઈરફાન પઠાણ જે ક્રિકેટર છે તેની સાથે સંબંધ છે એવું પોતે પોતાના મોઢેથી કહે છે. મારા છોકરા ઉપર આઠ દિવસથી દબાણ લાવે છે કે, જે ચાલે છે તે ચાલવા દે. છોકરાને ધમકાવતા હતા અને આ રેકોર્ડિંગ પોલીસમાં આવ્યા છતાં અમારા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પણ અમારી ફરિયાદ લેતા નથી. ઈરફાન પઠાણ મોટા અધિકારીઓ થકી દબાણ લાવીને  અમને હેરાન કરાવે છે. આજે અમારી એવી નોબત આવી છે કે, હું અને મારો પરિવાર આપઘાત કરવા જવાના હતા. (વૃધ્ધના પત્ની વચ્ચે બોલે છે કે- અમે પોલીસ સ્ટેશન જઈશું અને દવા પી લઈશું ત્યાં દવા પી લઈશું એટલા હેરાન કર્યા છે. બહુ જ હેરાન કર્યા છે. બહુ દબાણ લાવે છે, અહીં રહેતી હતી તો પણ હેરાન કરતી હતી અને બહુ હેરાન કરે છે.)

પીએસઆઈ પરમારે મને બોલાવ્યો છે અને અમને હેરાન કરશે. અમે એટલા તંગ આવી ગયા છીએ કે.... પોલીસ તંત્રમાં મેં આખી જીંદગી નોકરી કરી, સેવા કરી છે. પોલીસ ખાતાનો હોવા છતાં મને ન્યાય મળતો નથી તો બીજાને કઈ રીતે ન્યાય મળશે. ભાઈઓ, અમારા મૃત્યુ પછી તમારી લોકો પાસે જ આશા છે કે અમને ન્યાય મળે એવું કરજો. એક જુવાન છોકરો છે તેની પત્નીને આવું હોય એ કઈ રીતે ચાલશે? આવું ચોખ્ખું કહે છે તે રેકોર્ડિંગ પોલીસને આપવા છતાં ખોટી ફરિયાદ કરવા છતાં હેરાન કરવામાં આવે છે. અમારી ફરિયાદ લેતા નથી એટલે એવી નોબત આવી છે કે અમે અમારી જીંદગી આપી દઈએ. અમારી જીંદગી જાય પછી સાથ આપજો એટલી જ ખ્વાહીશ છે.''

ઈરફાન પઠાણનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવ્યો વિડિયોમાં કરાયેલા આક્ષેપોના પુરાવા અપાયાં નથી ઃ વેજલપુર પી.આઈ.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને હવે કોમેન્ટ્રેટર ઈરફાન પઠાણ સામે અતિ ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં કરાયેલા આક્ષેપોમાં શું તથ્ય છે તે જાણવા ગુજરાત સમાચાર તરફથી ઈરફાન પઠાણનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો. જો કે, અનેક પ્રયાસો પછી ઈરફાન પઠાણનો મોબાઈલ ફોન પર સંપર્ક થઈ શક્યો નથી. 

વેજલપુરના પી.આઈ. એલ.ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, વિડિયો વાયરલ થયો છે તેમાં જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યાં છે તેવા ક્રિકેટર ઈરફાનને લગતા કોઈ પુરાવા આ પરિવાર તરફથી રજૂ કરવામાં આવ્યા નથી. ક્રિકેટર ઈરફાન આક્ષેપિત પરિણિતાનો ફોઈનો દિકરો થાય છે. ગત વર્ષે વિવાદ થતાં સાસરિયા સામે પરિણીતાએ વડોદરામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમાધાન પછી પરિણીતા સાસરીમાં પરત ફરી પછી માર્ચ મહિનામાં ઘરેલુ હિંસાનો કેસ વેજલપુર પોલીસમાં નોંધી સાસરિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.