×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોવિડ સંકટઃ PM મોદીએ સંભાળ્યો મોરચો, અધિકારીઓ સાથેની બેઠક બાદ 10 રાજ્યોના CM સાથે મંથન


- વડાપ્રધાન મોદી ઓક્સિજન મેન્યુફેક્ચરર્સ સાથે પણ મહત્વની બેઠક યોજશે

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2021, શુક્રવાર

કોરોના વાયરસના કારણે બેકાબૂ બની રહેલી દેશની સ્થિતિ, ચીમળાઈ રહેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને ઠોકરો ખાઈ રહેલા દર્દીઓની સ્થિતિ વચ્ચે શુક્રવારે અનેક મહત્વની બેઠકો યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોનાને અનુલક્ષીને અનેક મહત્વની બેઠકોની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીએ શુક્રવારે સવારે સૌથી પહેલા અધિકારીઓ સાથે દેશની સ્થિતિ અંગે ચર્ચા કરીને વર્તમાન પરિસ્થિતિ જાણી હતી. 

વડાપ્રધાને અધિકારીઓ પાસેથી તાજેતરમાં કયા પગલા ભરવામાં આવ્યા તેનો રિપોર્ટ મેળવ્યો હતો. સાથે જ ઓક્સિજન સંકટને લઈ ચર્ચા કરી હતી. અધિકારીઓ સાથેની મીટિંગ બાદ વડાપ્રધાને 10 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. 

વડાપ્રધાનની બેઠકો-

* દેશમાં કોવિડની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક

* પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા

* ઓક્સિજન મેન્યુફેક્ચરર્સ સાથે મહત્વની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની શુક્રવારની બેઠકમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ- આ 10 રાજ્યના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા. 

ઓક્સિજનની તંગી સૌથી મોટું સંકટ

દેશના અનેક ક્ષેત્રોમાં ઓક્સિજન સપ્લાયની સમસ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્ય ઓક્સિજનની તંગીનો સામનો કરી રહ્યા છે. વડાપ્રધાને ગુરૂવારે પણ અનેક મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ઓક્સિજન સપ્લાય યોગ્ય રીતે મળી રહે તે માટે નિર્દેશ આપ્યો હતો.