×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલેજ જતી વિદ્યાર્થિનીઓને મફત ટુ વ્હીલર, ખેડૂતોને મફત વિજળીઃ ભાજપે યુપી માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો


લખનૌ, તા. 8. ફેબ્રુઆરી 2022 મંગળવાર

યુપી ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દેવામાં આવ્યો છે.

ભાજપે પોતાના ઢંઢેરાને લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યુ છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથે આજે આ ઢંઢેરો રિલિઝ કર્યો હતો.અમિત શાહે કહ્યુ હતુ કે, આ માત્ર ઘોષણાપત્ર નથી પણ અમારો સંકલ્પ છે અને યુપીને નવા ભવિષ્ય તરફ લઈ જવાનો પ્રયાસ છે.

આ ઢંઢેરામાં જે મોટા એલાન કરવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે.

એન્ટી કરપ્શન યુનિટ બનાવાશે

મેરઠમાં અત્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર

લવ જેહાદમાં 10 વર્ષની જેલની સજાનો કાયદો

મેરઠપુર, રામપુર, આઝમગઢ, કાનપુર અને બહરાઈચમાં એન્ટી ટેરેરિસ્ટ કમાન્ડો સેન્ટર સ્થાપવામાં આવશે.

પ્રત્યેક પોલીસ મથકમાં સાઈબર હેલ્પ ડેસ્ક

પાંચ વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર

ત્રણ આધુનિક ડેટા સેન્ટર પાર્ક

કાનપુરમાં મેગા લેધર પાર્ક

10 લાખ નોકરીઓ

બાબુજી કલ્યાણસિંહ ગ્રામ ઉન્નત યોજના

વારાણસી, મિર્ઝાપુર અને ચિત્રકૂટમાં રોકવે

2000 નવી બસો સાથે તમામ ગામડાઓમાં બસની સુવિધા

રાજ્યમાં ગરીબો માટે અન્નપૂર્ણા કેન્ટીન

કાશી, મેરઠ, ગોરખપુર, બરેલી, ઝાંસી અને પ્રયાગરાજમાં મેટ્રો

માછીમારો માટે નદીઓ નજીક લાઈફ ગાર્ડ તૈનાત કરાશે

આશ્રમ પધ્ધતિ સાથેની સ્કૂલો

બાંધકામ અને વિવિધ કામગીરી કરતા શ્રમિકોને મફત જીવન વીમો

દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને 1500 રુપિયા પેન્શન

મહર્ષિ વાલ્મિકી, સંત રવિદાસ, નિષાદરાજ ગુહા અને ડો.આંબેડકરની સ્મૃતિમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થપાશે

ખેડૂતો માટે મફત વિજળી

પાંચ હજાર કરોડની સિંચાઈ યોજના

25000 કરોડનુ સરદાર પટેલ એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન

બટાકા, ટામેટા, ડુંગળી જેવી ખેતીની એમએસપી માટે 1000 કરોડ રુપિયા

શેરડીના ખેડૂતોને 14 દિવસમાં પેમેન્ટ

નિષાદરાજ બોટ સબસિડી યોજના

કોલેજ જનારી દરેક વિદ્યાર્થિનીને મફત ટુ વ્હીલર

હોળી અને દિવાળીમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત સિલિન્ડર

ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે એક લાખની મદદ

3 નવી મહિલા બટાલિયન

મહિલાઓ માટે 3000 પિન્ક પોલીસ બૂથ, ટોયલેટ માટે 1000 કરોડ

તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓની સંખ્યા બે ગણી

એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક લાખ રુપિયાની લોન સાવ ઓછા વ્યાજથી

60 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે મફત યાત્રા

દરેક જિલ્લામાં યુનિવર્સિટીઓ