કોલેજિયમની ભલામણો અટકાવવી લોકતંત્ર માટે ઘાતક : નરિમાન
- સ્વતંત્ર-નીડર ન્યાયાધીશો વિના ભારત અંધકાર યુગમાં પ્રવેશશે
- બંધારણનું મૂળભૂત માળખુ બદલવા ૭૩ વર્ષમાં બે વખત પ્રયત્નો થયા, પરંતુ બંને વખત સંસદ નિષ્ફળ ગઈ : પૂર્વ ન્યાયાધીશ
- કોલેજિયમ દ્વારા સુચવાયેલા નામો પર કેન્દ્ર ૩૦ દિવસમાં જવાબ ન આપે તો તે આપમેળે સ્વીકૃત થવા જોઈએ
- કેશવાનંદ ભારતી કેસ અને એનજેએસી કાયદાએ સંસદને તેની મર્યાદા બતાવી દીધી છે
મુંબઈ : સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકો માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમ પર કેન્દ્ર સરકારના વધતા હુમલાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરીમાને એક કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરણ રિજિજૂની ઝાટકણી કાઢી હતી. આ સાથે તેમણે ચેતવણી આપી હતી કે, હાયર જ્યુડિશરીમાં ન્યાયાધીશોની નિમણૂકો માટે કોલેજિયમની ભલામણોને અટકાવવી એ દેશના લોકતંત્ર માટે ઘાતક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્વતંત્ર અને નિડર ન્યાયાધીશો વિના ન્યાયતંત્ર ભાંગી પડશે અને ભારત અંધકાર યુગમાં પ્રવેશ કરી જશે. બંધારણના મૂળભૂત માળખાને બદલવાના સંસદના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરિમાન પોતે ઑગસ્ટ ૨૦૨૧માં નિવૃત્ત થતા પહેલાં કોલેજિયમ સિસ્ટમનો ભાગ હતા. ફલી નરિમાને મુંબઈમાં એક વ્યાખ્યાન દરમિયાન કાયદા મંત્રી કિરણ રિજિજૂની ઝાટકણી કાઢતા તેમને યાદ અપાવ્યું કે કોર્ટનો ચૂકાદો સાચો હોય કે ખોટો, તેનો સ્વીકાર કરવો એ તેમનું 'કર્તવ્ય' છે. ફલી નરિમાને બંધારણના મૂળભૂત માળખા પર સવાલ ઉઠાવનારા ઉપરાષ્ટ્રપતિ જગદી ધનખડની પણ ટીકા કરી હતી અને તેમનું નામ લીધા વિના કહ્યું બંધારણનું મૂળભૂત માળખુ છે અને ભગવાનનો આભાર માનો કે તે રહેશે.
કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામો પર કેન્દ્રની 'અનિર્ણાયક સ્થિતિ' અંગે તેમણે કહ્યું કે દેશના લોકતંત્ર માટે આ બાબત ઘાતક છે. તેમણે કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કરાયા પછી કેન્દ્રને જવાબ આપવા માટે ૩૦ દિવસની સમય મર્યાદા અંગે પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, કેન્દ્ર કોલેજિયમના નામો પર ૩૦ દિવસમાં જવાબ ન આપે તો તે આપમેળે સ્વીકૃત થઈ જવી જોઈએ.
નરિમાને કહ્યું કે, કોલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ કાયદા મંત્રીની ટીકાઓ આપણે સાંભળી છે. હું કાયદા મંત્રીને આશ્વાસન આપું છું કે બંધારણના બે મૂળભૂત બંધારણીય સિદ્ધાંત છે, જે તેમણે જાણવા જોઈએ. એક છે ઓછામાં ઓછા પાંચ અનિર્વાચિત ન્યાયાધીશોને આપણે બંધારણીય બેન્ચ કહીએ છીએ. તે બંધારણની વ્યાખ્યા કરવા માટે વિશ્વસનીય છે. એક વખત આ પાંચ અથવા બેન્ચના બહુમત સભ્યોએ બંધારણની વ્યાખ્યા કરી લીધી તો તેઓ એ નિર્ણયનું પાલન કરવું એ કલમ ૧૪૪ હેઠળ એક વહીવટી ઓથોરિટી રૂપે તમારું કર્તવ્ય છે. તમે ઈચ્છો તો એક નાગરિક તરીકે તેની ટીકા કરી શકો, પરંતુ ઓથોરિટી તરીકે તમે તે ચૂકાદાનો અમલ કરવા બંધાયેલા છો.
કેન્દ્ર સરકાર હાયર જ્યુડીશરીમાં ન્યાયાધીશોની નિમણૂકમાં મહત્વની ભૂમિકા માટે ન્યાયતંત્ર પર દબાણ કરી રહી છે. જોકે, ૧૯૯૩થી સુપ્રીમ કોર્ટની કોલેજિયમ અથવા વરિષ્ઠતમ ન્યાયાધીશોની પેનલ કોલેજિયમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક કરે છે. ઉપરાષ્ટ્રપતિ જગદી ધનખડે પણ બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંત પર સવાલ ઉઠાવતા કેન્દ્રનું સમર્થન કર્યું હતું અને સંકેત આપ્યા હતા કે ન્યાયતંત્રને તેની મર્યાદાઓ ખબર હોવી જોઈએ. તેમણે એનજેએસી કાયદો રદ કરવાને સંસદીય સંપ્રભુતાને 'ગંભીર સમજૂતી' ગણાવી. ધનખડે કેશવાનંદ ભારતી કેસમાં ૧૯૭૩ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદાને સંસદ વિરુદ્ધ ન્યાયતંત્રનું જૂનું અને ખોટું ઉદાહરણ ગણાવ્યું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે, પરંતુ તેનું મૂળભૂત માળખુ બદલી શકે નહીં.
પૂર્વ ન્યાયાધીશ નરિમાને કહ્યું કે, છેલ્લા ૪૦ વર્ષમાં સુપ્રીમના આ ચૂકાદા સામે કોઈ સવાલ નથી ઉઠયો. તેથી સ્પષ્ટ છે કે આ સિદ્ધાંત રહેશે જ. તેને બે વખત બદલવાનો પ્રયત્ન થયો છે, પરંતુ સંસદ તેમાં સફળ થઈ શકી નથી. તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક મદ્દે નબળી કડીઓને મજબૂત કરવી જોઈએ અને પાંચ ન્યાયાધીશોની બેન્ચની રચના કરવી જોઈએ. આ બંધારણીય બેન્ચને મારું સૂચન છે કે ફરી એક વખત બધા માટે એ નિશ્ચિત કરવું જોઈએ કે એક વખત કોલેજિયમ દ્વારા સરકારને નામ મોકલવામાં આવે અને સરકાર ૩૦ દિવસમાં કોઈ નિર્ણય ના લે તો તે આપમેળે પાસ થઈ જાય. સરકાર કોલેજિયમની ભલામણોને 'દબાવીને બેસી' જાય તો તે લોકતંત્ર માટે ઘાતક છે. કેન્દ્ર નામોની ભલામણો અંગે કોઈ વાંધો ઉઠાવે અને કોલેજિયમ ફરીથી નામો મોકલે તો પણ સમય મર્યાદા નિશ્ચિત હોવી જોઈએ.
ભારત કરતાં અમેરિકાનું બંધારણ મજબૂત : નરિમાન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરિમાને મુંબઈમાં શુક્રવારે 'બે બંધારણોની એક કહાની - ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા' વિષય પર સાતમા મુખ્ય ન્યાયાધીશ એમસી છાગલા મેમોરિયલમાં વ્યાખ્યાન આપ્યું હતું. આ સમયે તેમણે ભારત અને અમેરિકાના બંધારણની સરખામણી કરતાં કહ્યું કે, અમેરિકન બંધારણની સરખામણીમાં ભારતીય બંધારણમાં સુધારો કરવો સરળ છે. તેથી જ ૨૫૦ વર્ષ કરતાં વધુ સમયમાં અમેરિકામાં માત્ર ૨૭ બંધારણીય સુધારા થયા છે જ્યારે ભારતમાં ૭૩ વર્ષમાં જ ૧૦૦થી વધુ બંધારણીય સુધારા થયા છે. જોકે, અમેરિકાથી વિપરિત ભારતમાં બંધારણની વ્યાખ્યા માટે ઓછામાં ઓછા પાંચ અનિર્વાચિત ન્યાયાધીશો પર વિશ્વાસ મૂકી શકાય છે.