કોલસાની અછત : દેશના અનેક શહેરોમાં અંધારપટની આશંકા
નવી દિલ્હી, તા.૯
વીજ ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાની ભારે અછતના કારણે દેશના અનેક રાજ્યોમાં વીજકટોકટી વધી રહી છે. ઝારખંડમાં વીજપૂરવઠાની અછતના કારણે ૨૮૫ મેગાવોટથી લઈને ૪૩૦ મેગાવોટ સુધી લોડ શેડિંગ કરવું પડી રહ્યું છે. બીજીબાજુ દિલ્હીમાં વીજ ઉત્પાદન કેન્દ્રોમાં એક જ દિવસનો કોલસો બચ્યો છે. દિલ્હીને ટૂંક સમયમાં કોલસો પૂરો પાડવામાં નહીં આવે તો બે દિવસ પછી બ્લેકઆઉટની સ્થિતિ સર્જાશે. કોલસાની અછતના કારણે દેશના અનેક શહેરોમાં અંધારપટની આશંકા વ્યક્ત થઈ રહી છે.
દેશમાં કોલસાથી ચાલતા ૧૩૫ પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુમાં કોલસાનો પુરવઠો ખતમ થઈ રહ્યો છે. અનેક પાવર પ્લાન્ટ પાસે બે દિવસનો જ સ્ટોક વધ્યો છે. આમ થશે તો દેશના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જશે. રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં વીજકાપ શરૂ થઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં વીજસંકટ વધુ ઘેરું બની રહ્યું છે. કોલસાનો પુરવઠો નહીં મળે તો બે દિવસ પછી આખી દિલ્હીમાં બ્લેકઆઉટ થઈ શકે છે. દિલ્હીમાં આગામી દિવસોમાં નિયમિત સમયાંતરે રોટેશન લોડ શેડિંગની સંભાવના છે તેમ પાવર ડિસ્કોમ ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિ. (ટીપીડીડીએલ)ના સીઈઓ ગણેશ શ્રીનિવાસને જણાવ્યું હતું. કોલસા આધારિત પાવર સ્ટેશન દિલ્હી ડિસ્કોમને વીજળી પૂરી પાડે છે. આ પાવર સ્ટેશનોમાં હવે માત્ર બે દિવસનો જ પુરવઠો બચ્યો છે જ્યારે એક મહિનાનો જથ્થો અનામત રાખવાનો નિયમ છે.
સમગ્ર દેશમાં કોલસાની અછતના કારણે કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી વીજ ઉત્પાદન ઘટયું છે. તહેવારોની મોસમ પહેલાં કોલસાના પુરવઠાની કટોકટી વધુ ઘેરી બનવાની શક્યતા છે, કારણ કે ૬૪ નોન-પીથેડ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ચાર દિવસથી ઓછો સ્ટોક બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના પાવર પ્લાન્ટ્સ અંગેના તાજા રિપોર્ટ મુજબ દેશમાં ૨૫ પાવર પ્લાન્ટ એવા છે, જેમની પાસે સાત દિવસથી ઓછો સ્ટોક છે. ૧૭ પ્લાન્ટ્સનો સ્ટોક ખતમ થઈ ગયો છે જ્યારે ૨૦ પ્લાન્ટ્સ પાસે એક જ દિવસનો સ્ટોક બચ્યો છે.
દરમિયાન બિહારમાં પાંચ ગણા ઊંચા ભાવે પણ વીજળી નથી મળી રહી. ઊર્જા વિકાસ નિગમ મુજબ રાજ્યોની માગની સરખામણીમાં સેન્ટ્રલ પૂલમાંથી ખૂબ જ ઓછી વીજળી મળી રહી છે. નેશનલ પાવર એક્સચેન્જમાં પણ વીજળીની અછત છે. આખા દેશમાં લગભગ ૧૦ હજાર મેગાવોટ વીજળીની અછત હોવાનું જણાવાયું છે. તેના કારણે નેશનલ પાવર એક્સચેન્જમાં વીજળીના પ્રતિ યુનિટ દરમાં અનેક ઘણો વધારો થયો છે. સામાન્ય રીતે પ્રતિ યુનિટ પાંચ રૂપિયામાં મળતી વીજળીનો દર હાલ પ્રતિ યુનિટ ૨૦ રૂપિયા થઈ ગયો છે.
ઝારખંડમાં વીજળીની માગ ૨૨૦૦ મેગાવોટ છે જ્યારે રાજ્યના વીજ ઉત્પાદક કેન્દ્રોમાં મહત્તમ ૫૦૦ મેગાવોટ સુધીની જ વીજળી મળી શકે છે. બાકીની માગ સેન્ટ્રલ પૂલમાંથી કરવામાં આવે છે. બિહારમાં પણ આ જ પરિસ્થિતિ છે. દસ દિવસ પહેલાં સુધી બિહારમાં પ્રતિ યુનિટ રૂ. ૪ના દરે વેચાતી વીજળીનો ભાવ હવે વધીને પ્રતિ યુનિટ રૂ. ૨૦ થઈ ગયો છે, છતાં વીજળી નથી મળી રહી.
ઉત્તર પ્રદેશમાં પણ વીજકટોકટી ઘેરી બની છે અને આગામી દિવસોમાં તે વધુ ભયાનક બનવાની સંભાવના છે. પાવર કોર્પોરેશનના અધિકારીઓ મુજબ ૧૫ ઑક્ટોબર પહેલાં કોલસાના પુરવઠોમાં કોઈ સુધારો દેખાતો નથી. તહેવારોની મોસમમાં વીજળીની માગ વધવાના કારણે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરોમાં વીજકટોકટી ભયાનક રૂપ ધારણ કરી શકે છે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારમાં ૪થી ૫ કલાકનો વીજકાપ મૂકાયો છે.
હાલમાં ઉત્તર પ્રદેશમાં વીજળીની માગ ૨૦,૦૦૦થી ૨૧,૦૦૦ મેગાવોટ છે અને તેને ૧૭,૦૦૦ મેગાવોટનો સપ્લાય મળે છે. ઉત્તર પ્રદેશના પાવર કોર્પોરેશનને વીજળી આપનારા આઠ પાવર પ્લાન્ટ કોલસાની અછતના કારણે બંધ પડયા છે. છ પાવર પ્લાન્ટ ટેકનિકલ કારણોથી બંધ છે. કોલસાની અછતથી જે પાવર પ્લાન્ટ બંધ છે તેમાંથી પાવર કોર્પોરેશનને ૨૭૦૦ મેગાવોટ વીજળી મળતી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વીજ ઉત્પાદન ઘટતાં સ્થિતિ કથળી, ૩-૪ દિવસમાં સ્થિતિ સુધરશે : કોલસા મંત્રી
દેશમાં કોલસાની અછતના કારણે વીજકટોકટી ઊભી થઈ છે ત્યારે કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહ્લાદ જોશીએ શનિવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવ વધતા તેની અછત સર્જાઈ છે. બીજીબાજુ વીજ ઉત્પાદન ઘટવાથી વીજકટોકટી ઊભી થઈ છે. પરંતુ આગામી ત્રણ-ચાર દિવસમાં સ્થિતિ સુધરી જશે. આ વર્ષે ભારે વરસાદના કારણે કોલસાની અછત ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવ વધતાં આયાતી કોલસા પર નિર્ભર વીજ એકમોએ વીજ ઉત્પાદન બંધ કરી દીધું. તેમણે ઉત્પાદન બંધ કરતાં બધો જ બોજ સ્થાનિક કોલસા ઉત્પાદન પર પડયો છે.
લોકો જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરે : સરકાર
દેશભરમાં વીજળીની સમસ્યા સર્જાઈ છે ત્યારે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને એસીનો વપરાશ ઘટાડવા અને વીજળીની બચત કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકોએ જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરવી જોઈએ. ગેહલોતે અધિકારીઓને વીજળીની બચત માટે લોકોને જાગૃત કરવા જણાવ્યું છે. તેમણે સરકારી વિભાગોને પણ જરૂર ન હોય ત્યાં વીજળીના ઉપકરણો બંધ રાખવા જણાવ્યું છે. બીજીબાજુ દિલ્હીને વીજળી પૂરી પાડતા ટાટા પાવરના એકમે લોકોને બપોરે વીજળીનો ન્યાયિક ઉપયોગ કરવા વિનંતી કરતા સંદેશા મોકલ્યા છે. ટાટા પાવરના એકમ ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિ. (ડીડીએલ)એ મોકલેલા એસએમએસમાં જણાવ્યું છે કે વીજ ઉત્પાદન કેન્દ્રો પર કોલસાની મર્યાદિત ઉપલબ્ધતાના કારણે બપોરે ૨.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠાની સ્થિતિ ગંભીર હોય છે. જવાબદાર નાગરિક બનો.