×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં બચ્ચને કહ્યું, આજે અભિવ્યક્તિની આઝાદી પર સવાલો ઉઠાવાય છે


IMAGE- TWITTER

કોલકાતા, 15 ડિસેમ્બર 2022, ગુરુવાર

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અમિતાભ બચ્ચનને ભારત રત્ન આપવાની માંગ કરી છે. ત્યારે અમિતાભ બચ્ચન આમતો રાજકીય વિવાદોથી ખૂબજ દૂર રહેનારુ વ્યક્તિત્વ છે. તેમણે આજે આ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા રાજકીય રૂપે સંવેદનશીલ મુદ્દા પર તેમણે ટીપ્પણી કરી હતી. અમિતાભ બચ્ચને કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં દીપ પ્રાગટ્ય કરીને ફિલ્મ ફેસ્ટીવલની શરૂઆત કરાવી હતી. 

અભિવ્યક્તિની આઝાદી પર સવાલો ઉઠાવવામાં આવે છે
તેમણે કહ્યું હતું કે, આજે પણ નાગરીકોની સ્વતંત્રતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. બ્રિટિશ સેન્સરશીપ, હેરેસમેન્ટ કરવા વાળાઓ સામે આઝાદી પહેલાંની ફિલ્મો, સાંપ્રદાયિકતા અને સામાજિક એકતા પર વિસ્તાર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે આ મંચ પર મારા સહયોગી આ વાતે સહમત હશે કે આજે પણ નાગરીક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. 

કંઈ પણ થાય કોઈપણ સ્થિતિમાં પોઝિટિવ રહીશું
આ પ્રસંગે બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાને તેમની આગામી ફિલ્મ પઠાનને લઈને થયેલા વિવાદ પર કહ્યું હતું કે, કંઈ પણ થાય આપણા જેવા લોકો કોઈપણ સ્થિતિમાં પોઝિટિવ રહીશું. ફિલ્મ પઠાણમાં દીપિકા પદુકોણ સાથે શાહરૂખ ખાનની અંતરંગ કેમેસ્ટ્રી અને ડાન્સને લઈને વિવાદ ભડક્યો છે. ફિલ્મમાં એક ગીત સાથે જોડાયેલા સીન અને કોસ્ટ્યુમને લઈને વિવાદ એટલી હદે ભડક્યો છે કે મધ્યપ્રદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા સુધીના પ્રયત્નો થઈ રહ્યાં છે. 

આપણે બધા ખુશ છીએ અને સૌથી વધુ હું ખુશ છું
સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ શાહરૂખ ખાનની આ ફિલ્મને બેન કરવાની માંગ કરી રહ્યાં છે. શાહરૂખે કહ્યું હતું કે, એક સમય હતો કે જ્યારે આપણે મળી શક્યા નહોતા. પરંતુ દુનિયા હવે નોર્મલ થતી જાય છે. આપણે બધા ખુશ છીએ અને સૌથી વધુ હું ખુશ છું. મને કહેતાં જરા પણ સંકોચ થતો નથી કે દુનિયા ચાહે કંઈ પણ કરે. હું તમે અને દુનિયામાં સકારાત્મક લોકો હજી જીવે છે.