×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના સામે વધુ એક હથિયાર, નોવાવેક્સની કોરોના વેક્સિન 90 ટકા અસરકારક

નવી દિલ્હી, તા. 14 જૂન 2021, સોમવાર

રસી નિર્માતા કંપની નોવાવેક્સે સોમવારે કહ્યું કે તેમની વેક્સિન કોરોના વાયરસ સામે 90 ટકા પ્રભાવી છે. સાથે જ અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ કારગર છે. આ તથ્ય અમેરિકામાં થયેલા એક મોટા અધ્યયન બાદ સામે આવ્યું છે.  અમેરિકામાં થયેલી આ લેટ સ્ટેજ સ્ટડીમાં આ સિવાય ઘણી વાતો સામે આવી છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકી કંપની નોવાવેક્સે ગયા વર્ષે ઓગષ્ટમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા સાથે એક સમજૂતી કરી છે. જે અંતર્ગત 200 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાનું હતું. કંપનીએ કહ્યું છે કે તેમની વેક્સિન લગભગ 90 ટકા પ્રભાવી છે અને શરુઆતના આંકડાઓ પ્રમાણે તે સુરક્ષિત પણ છે. આ આંકડાઓ એવા સમયે સામે આવ્યા છે કે જ્યારે દુનિયામાં ત્યારે કોરોના વેક્સિનની માંગ સતત વધી રહી છે અને તેને પહોંચી વળવા માટે વિવિધ કંપનીઓ રાત દિવસ કામ કરી રહી છે.

કુલ મળીને છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી કોરોના વાયરસ સામે જંગ લડી રહેલી દુનિયાને નોવાવેક્સ વેક્સિનના રુપમાં નવું હથિયાર મળ્યું છે. કંપનીએ કહ્યું કે આ વેક્સિનનો સંગ્રહ કરવો ને પરિવહન કરવું એકદમ સરળ છે. નોવાવેક્સ દુનિયાના વિકાસશીલ દેશોને કોરોના વેક્સિન પુરી પાડવામાં મદદરુપ થઇ શકશે તેવી આશા છે. જો કે હજુ તો આ મદદ મહિનાઓ દૂર છે. કંપનીનું કહેવું છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમેરિકા, યુરોપ અને અન્ય દેશો પાસે વેક્સિન માટેની મંજૂરી લેવાની યોજના છે. કંપની ત્યાં સુધીમાં એક મહિનામાં 10 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવામાં સક્ષમ પણ થઇ જશે. 

અવર વર્લ્ડ ઇન ડેટા પ્રમાણે જ્યારે અમેરિકાની અડધી વસતીને કોરોના વેક્સિનનોઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો હતો, ત્યારે વિકાસશીલ દેશોમાં 1 ટકા કરતા પણ ઓછા લોકોને કોરોના રસી મળી હતી. ત્યારે નોવાવેક્સનું કહેવું છે કે તેમના ઉત્પાદનનો અમુક ભાગ પહેલા ઓછી અને મધ્યમ આવકવાળા દેશોને આપવામાં આવશે. નોવાવેક્સના અધ્યયનમાં અમેરિકા અને મેક્સિકોમાં 18 વર્ષથી ઉપરના લગભગ 30000 લોકો સામેલ હતા. જેમાંથી 60 ટકા લોકોને ત્રણ અઠવાડિયાના અંતરાલમાં વેક્સિનના બંને ડોઝ પવામાં આવ્યા. બાકીના લોકોને ડમી શોટ આપવામાં આવ્યા.