×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના સામે નવુ હથિયાર, નાકમાં કોરોના વાયરસનો ખાતમો કરતુ નેઝલ સ્પ્રે લોન્ચ


નવી દિલ્હી, તા. 9. ફેબ્રુઆરી. 2022 બુધવાર

કોરોના સામે ભારતમાં રસીકરણ તો ચાલી જ રહ્યુ છે પણ હવે તેની સામે લડવા માટે એક નવુ હથિયાર પણ લોન્ચ થઈ ગયુ છે.

કોરોનાનો સામનો કરવા માટેનુ નેઝલ સ્પ્રે એટલે નાકમાં નાંખવા માટેનુ સ્પ્રે બજારમાં લોન્ચ થઈ ગયુ છે.આ સ્પ્રે ઉંમરલાયક વ્યક્તિઓ માટે છે.જેમને કોરોનાથી સંક્રમિત થવાના કારણે ગંભીર રીતે બીમાર પડવાનો ખતરો વધારે છે.

ભારતમાં ગ્લેનમાર્ક ફાર્મા અને તેની કંપની બાયોટેક દ્વારા ફેબીસ્પ્રે નામથી આ સ્પ્રેને લોન્ચ કરવામાં આવ્યુ છે.તેને નાકની અંદર રહેલા કોરોના વાયરસને નષ્ટ કરવા માટે બનાવાયુ છે.જેથી વાયરસ ફેફસા સુધી પહોંચતા પહેલા ખતમ થઈ જાય.

ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા તેના ઉપયોગને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.ભારતમાં તેને લોન્ચ કરતા પહેલા ત્રણ તબક્કામાં તેની ટ્રાયલ પણ લેવામાં આવી હતી.

કંપનીનો દાવો છે કે, 24 કલાકમાં 94 ટકા અને 48 કલાકમાં 99 ટકા વાયરલલોડને ઓછો કરવામાં સ્પ્રેને ટ્રાયલ દરમિયાન સફળતા મળી છે.આ સ્પ્રેને એ રીતે ડીઝાઈન કરવામાં આવ્યુ છે કે તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઈક્રોબિયલ ગુણોના કારણે તે વાયરસને ખતમ કરી શકે.