×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના સંકટમાં પણ ખુબ આવ્યું વિદેશી નાણું, એપ્રિલમાં 38% વધ્યું FDI, કર્ણાટક ટોચ પર

નવી દિલ્હી, 24 જુન 2021 ગુરૂવાર

દેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે પણ સીધા વિદેશી રોકાણ (FDI) માં વધારો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આકડાં બતાવે છે કે આ વર્ષે એપ્રિલમાં, ગયા વર્ષ કરતા 38% વધુ FDI દેશમાં આવ્યું.

વિદેશી રોકાણકારો માટે ભારત પસંદગીનું ડેસ્ટિનેશન છે. એપ્રિલમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે દેશમાં સીધા વિદેશી રોકાણમાં 38 ટકાનો વધારો થયો છે.

6.24 અબજ ડોલરની FDI

આ વર્ષે એપ્રિલમાં દેશને કુલ 6.24 અબજ ડોલર (લગભગ 463.10 અબજ રૂપિયા) ની FDI પ્રાપ્ત થઈ છે. ગયા વર્ષે એપ્રિલમાં 4.53 અબજ ડોલર (લગભગ 336.19 અબજ રૂપિયા) ની તુલનામાં આ 38 ટકા વધ્યું છે.

દેશમાં સૌથી વધુ FDI મોરિશિયસથી આવ્યું છે, કુલ FDIનો 24% હિસ્સો મોરિશિયસ રૂટથી આવ્યો છે, ત્યારબાદ સિંગાપોર 21% અને જાપાનનો 11% હિસ્સો રહ્યો.

ઇક્વિટીમાં આવ્યા 4.4 અબજ ડોલર

એપ્રિલ 2021 માં ઇક્વિટી દ્વારા દેશમાં 4.4 અબજ ડોલરની FDI આવી. આ એપ્રિલ 2020 ની સરખામણીએ 60 ટકા વધારે છે. ત્યારબાદ FDI ઇક્વિટી તરીકે દેશને 2.77 અબજ ડોલર મળ્યા હતા.

આઇટી સેક્ટરમાં સૌથી વધુ FDI

દેશમાં સૌથી વધુ એફડીઆઇ મેળવનારા સેક્ટરમાં કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરનો સમાવેશ થાય છે. કુલ FDI ઇક્વિટીના 24% આ ક્ષેત્રમાં રોકાણ કરવામાં લાગ્યું, જ્યારે સર્વિસ સેક્ટરમાં 23% અને એજ્યુકેશન સેક્ટરમાં 8%નું મુડીરોકાણ થયું. 

કર્ણાટક ટોચ પર

કર્ણાટક દેશમાં સૌથી વધુ એફડીઆઇ પ્રાપ્ત કરતું રાજ્ય બન્યું. જ્યાં કુલ FDIના 31% રોકાણ થયું. આ પછી મહારાષ્ટ્ર 19% અને દિલ્હી 15% સાથે ત્રીજા સ્થાને રહ્યું.