×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના : શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ લૂડક્યો, 4 લાખ કરોડનું નુકસાન

Image Pixabay












તા. 21 ડિસેમ્બર 2022, મંગળવાર 

ચીન સહિત અન્ય દેશોમાં કોવિડ-19 બેકાબૂ બનવાના સમાચારની સાથે જ શેરબજારમાં પણ કડાકો બોલાયો છે. દિવસના શેરબજારના સોદાના અંતે બજારના બંને સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી ખરાબ રીતે બંધ થયા છે. આ દરમિયાન બીએસઈનો સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં અચાનક વધતાં આંકડાની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા કલર પર ખુલ્યું હતું, પરંતુ આ તેજી લાંબો સમય ચાલુ રહી શકી નથી. જેમ જેમ કોવિડ બેકાબૂ બનવાના સમાચાર ચીન સહિત અન્ય દેશોમાં આવ્યા તેમ તેમ તે સતત ઘટી રહ્યો છે. કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખરાબ રીતે બંધ થયા છે. આ દરમિયાન BSE સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો.

કોરોનાના ડરથી શરૂઆતની તેજી ગાયબ થઈ ગઈ
સ્ટોક માર્કેટમાં બુધવારે શેરબજાર તેજી પરના કલરમાં ખુલ્યું હતું. સેન્સેક્સ લગભગ 290 પોઈન્ટની તેજી સાથે 61992 ના સ્તર પર ખુલ્યો.  જ્યારે નિફ્ટી 50 પોઈન્ટની તેજી સાથે 18435 ના લેવલે ખુલ્યો હતો. આ સાથે જ બેંક નિફ્ટીમાં 166 પોઈન્ટની તેજી સાથે 43525 પર ટ્રેડિંગ શરૂ થયું હતું. પરંતુ વિશ્વમાં કોરોનાના કેસ વધવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી અને શેરબજાર ઘટવા લાગ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 635.05 પોઈન્ટ અથવા 1.03% ઘટીને 61,067.24 પર બંધ થયો હતો. આ દરમ્યાન NSEના નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો થયો અને તે 0.98% ઘટીને 18,205.60 ના લેવલ પર બંધ થયો.

સેન્સેક્સના આ 24 શેર ઘટાડા સાથે બંધ થયા
વેચાણના દબાણ હેઠળ બુધવારે બજારમાં ઘટાડા વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ સેન્સેક્સના 30માંથી 24 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે છ માં વધારો જોવા મળ્યો. તેમાં Sun Pharma, HCL Tech, TECHM, TCS, Infosys, WIPRO નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં  INDUSINDBK, MARUTI, TATAMOTORS, AXISBANK, BAJFINANCE, SBI નો સમાવેશ થાય છે.

રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ નુકશાન
શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ. 4 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. મંગળવારે શેરબજારના બંધ સમયે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (MCap) રૂ. 2,87,39,958.09 કરોડ હતી.  જે બુધવારના ટ્રેડિંગ સત્રના અંતે રૂ. 2,82,86,161.92 કરોડ હતી. 

મંગળવારે પણ સેન્સેક્સ તૂટ્યો હતો
નોંધપાત્ર રીતે આ બિઝનેસ સપ્તાહની શરૂઆત મજબૂત તેજી સાથે થઈ હતી. સોમવારે પ્રથમ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલીને બંધ થયું હતું. સેન્સેક્સ 468 પોઈન્ટ વધીને 61,806 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 151 પોઈન્ટના ઉછાળા સાથે 18,420 પર બંધ થયો હતો. પરંતુ મંગળવારે બીજા દિવસે બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. મંગળવારે (20 ડિસેમ્બર 2022) સેન્સેક્સમાં 103 પોઇન્ટનો ઘટાડો થયો હતો. બીજી તરફ બુધવારે કોરોનાની અસરથી માર્કેટમાં કડાકો બોલી ગયો હતો અને સેન્સેક્સ 635 પોઈન્ટ નીચે આવી ગયો હતો.