×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના વાયરસની ત્રીજી લહેરને કેવી રીતે રોકી શકાશે? જાણો સરકારના વૈજ્ઞાનિક સલાહકારે શું કહ્યું?

નવી દિલ્હી, તા. 7 મે 2021, શુક્રવાર 

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની ચેતવણી કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપી છે.  સિવાય કેટલાક ડોક્ટરો અને સંશોધકો પણ આ વાત કહે છે કે, ત્રીજી લહેર અવશ્ય આવશે જ. ત્યારે હવે ત્રીજી લહેરની ચેતવણી આપનાર વિજ્ઞાનીએ જ જણાવ્યુ કે કોરોના વાયરસની આ ત્રીજી લહેરને થઇ રીતે રોકી શકાશે. વિજય રાઘવને કહ્યું કે જો આપણે મજબૂત ઉપાયો કરીશું તો શક્ય છે કે ત્રીજી લહેર નહીં આવે. વિજય રાઘવને શુક્રવારે કહ્યું કે જો આપણે કડક નિયંત્રણો અને ઉપાયો કરીશું તો સંભવ છે કે તમામ જગ્યા પર કોરોનાની ત્રીજી લહેર ના આવે અથવા તો આવે જ નહીં.

વિજય રાઘવને આગળ જણાવ્યું કે તમામ શક્યતાઓ એ વાત પર આધાર રાખે છે કે સ્થાનિક પ્રશાસન, રાજ્ય, જિલ્લા અને શહેરોની સ્તર પર કોરોના ગાઇડલાઇનનું કેટલી કડકાઇ પૂર્વક પાલન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે વિજય રાઘવને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસની ત્રીજી લહેર અવશ્ય આવશે. અત્યારે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે કહી ના શકાય કે ત્રીજી લહેર ક્યારે આવશે.

તમણે કહ્યું હતું કે આ ત્રીજી લહેર માટે આપણે અત્યારથી તૈયારી કરવી પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસની ત્રીજી લહેરને ટાળી નહીં શકાય. વાયરસની બીજી લહેરનો પીક આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે, જેના કારણે વાયરસનો ફેલાવો વધ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેન સામે લડવા માટે આપણે વેક્સિનને પણ અપડેટ કરવી પડશે.