×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના વાયરસના દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી, આજે બ્રિટન સ્ટ્રેનના 187 કેસ

- કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, બંને રાજ્યોમાં દેશના 72 ટકા એક્ટિવ કેસ

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી, મંગળવાર

ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીમો થયો છે અને રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના બ્રિટન સ્ટ્રેન બાદ હવે ભારતમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સ્ટ્રેનની એન્ટ્રી થઇ છે. 

દેશમાં દક્ષિણ આફ્રિકામં મળેલા કોરોના સ્ટ્રેનના ચાર કેસ સામે આવ્યા છે. આ ચાર લોકો દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા છે. આ ચારેય લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેમના પણ ટેસ્ટ કરીને ક્લોરેન્ટાઇન કરાયા છે.

તો આ તરફ બ્રાઝિલ કોરોના સ્ટ્રેનનો પણ એક કેસ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સામે આવ્યો હતો. જે વ્યક્તિમાં આ સ્ટ્રેન મળ્યો તેને પુણેમાં ક્વોરેન્ટાઇન કરાયો હતો. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં મળેલા સ્ટ્રેન બ્રિટનના કોરોના સ્ટ્રેન કરતા અલગ છે. આ તમામ માહિતિ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 

આપવામાં આવી છે. 

સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે એ જાણકારી પણ આપી કે આજે દેશમાં બ્રિટન સ્ટ્રેનના 187 કેસ સામે આવ્યા છે. જે તમામ લોકો અને તેમની સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આપણી પાસે જે વનેક્સિન છે, તે આ બ્રિટનના સ્ટ્રેન પર પણ પ્રભાવી છે.

તો આ તરફ મહારાષ્ટ્ર અને કેરળમાં હજુ પણ કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. આ બંને રાજ્યમાં દેશના કુલ એક્ટિવ કેસના 72 ટકા એક્ટિવ કેસ છે. દેશમાં વર્તમાન સમયે 1.40 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે કેરળમાં 61, 550 અને મહારાષ્ટ્રમાં 37,383 કેસ છે.