×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના મહામારી વચ્ચે પણ દુનિયાના પાંચ દેશોનુ સૈન્ય બજેટ 146 અબજ ડોલર વધ્યુ, ભારત ત્રીજા ક્રમે


સ્ટોકહોમ, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

દુનિયાભરમાં કોરોનાની મહામારી વચ્ચે પણ વિવિધ દેશોમાં હથિયારોની અને સૈન્ય શક્તિ મજબૂત કરવાની હોડ જામેલી છે. જેના પગલે દુનિયાના વિવિધ દેશોના સૈન્ય પાછળના ખર્ચમાં એક વર્ષમાં જ 150 લાખ કરોડ રુપિયાનો વધારો થયો છે.

2019ના મુકાબલે 2020માં સૈન્ય ખર્ચમાં 2.6 ટકાનો વધારો થયો છે. 2020માં સૈન્ય પાછળ સૌથી વધારે ખર્ચ કરનારા પાંચ દેશોમાં અમેરિકા, ચીન, ભારત, રશિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે. તેમણે સૈન્ય પાછળ 146 અબજ ડોલર એક વર્ષમાં વાપર્યા છે. સૈન્ય પાછળ પૈસા વાપરવામાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે.

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પાંચ દેશોનો દુનિયાભરમાં સૈન્ય શક્તિ પાછળ વપરાતી રકમમાં 62 ટકા ફાળો છે.

ચીને તો સતત 26મા વર્ષે પોતાનો સૈન્ય ખર્ચ વધાર્યો છે. ભારતનુ સેના પાછળનુ બજેટ 2019ના મુકાબલે 2020માં બે ટકા જેટલુ વધઅયુ છે. તેની પાછળનુ મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથે વધેલો તનાવ છે.

ટોચના પાંચ દેશોનો સૈન્ય ખર્ચ આ પ્રમાણે છે.

અમેરિકા 778 અબજ ડોલર

ચીન         252 અબજ ડોલર

ભારત 72.9 અબજ ડોલર

રશિયા 61.7 અબજ ડોલર

બ્રિટેન 59.2 અબજ ડોલર