×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના બાદ નવી રહસ્યમય બિમારીનો આતંક, લાખો અમેરિકનો ઝપેટમાં, ભારતમાં પર પણ ખતરો !

નવી દિલ્હી, તા.28 જુલાઈ-2023, શુક્રવાર

કોરોના બાદ વધુ એક રહસ્યમય બિમારીની આફતના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે આ નવી બિમારીએ અમેરિકાના ઘણા વિસ્તારોને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમેરિકાનાં ઘણા વિસ્તારોમાં રેડ મીટ એલર્જીના કેસો ધડાધડ વધી રહ્યા છે, જે વિશ્વ માટે પણ ચિંતાનો વિષય છે... વર્ષ 2010 બાદ અમેરિકામાં લગભગ 4.50 લાખ લોકો આ બિમારીથી પ્રભાવિત થયા છે. આ રોગ ‘લોન સ્ટાર ટિક’ (એક પ્રકારનું જંતુ)ના કરડવાથી ફેલાય છે અને તે રેડ મીટ ખાવાથી ફેલાતું હોવાનું કહેવાઈ રહ્યું છે. અમેરિકી ડોક્ટરોના કહેવા મુજબ, રેડ મીટ વિશે ઓછી માહિતીના અભાવે ઘણા કેસોનું નિદાન કરી શકાતું નથી.

લોન સ્ટાર ટિક (જંતુ) ડંખ મારે તો શું થાય ?

ડોક્ટરોએ જણાવ્યું કે, એક પ્રકારનો નાનો જંતુ લોન સ્ટાર ટિકના ડંખ મારવાથી રોગ ફેલાય છે. આ કીડાનું વૈજ્ઞાનિક નામ એમ્લિયોમા એમિરીકાનમ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ જ્યારે આ જંતુ કોઈને ડંખ મારે તો તેને રેડ મીટ ખાવાથી એલર્જી થવા લાગે છે. આ રોગ પહેલા ધીરે ધીરે ફેલાય છે, પરંતુ ત્યારબાદ એટલી વધી જાય છે કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડી શકે છે.

જાનવરોને પણ ડંખ મારે છે લોન સ્ટાર ટિક

ડોક્ટરોએ જણાવ્યું કે, લોન સ્ટાર ટિકમાં એક ખાસ પ્રકારની શુખર હોય છે, જેને અલ્ફા ગૈલ કહેવામાં આવે છે. આ ગૈલ રેડ મીટમાં પણ હોય છે, કારણ કે લોન સ્ટાર ટિક કેટલાક જાનવરોને પણ ડંખ મારે છે, તેથી તેવા જાનવરનું મીટ ખાવાથી પણ એલર્જી થઈ શકે છે. ગેલ જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે શરીરમાં એન્ટીબોડી બનાવે છે, જેના કારણે મીટ ખાનારા વ્યક્તિઓ ગંભીર એલર્જીની ઝપેટમાં આવી જાય છે. આ એલર્જી ચહેરાથી શરૂ થઈને ગંભીર તાવ સુધી પહોંચી જાય છે.

આ લક્ષણો જોવા મળે તો તુરંત ડોક્ટરની સલાહ લો

આ રોગના મુખ્ય લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી છે. ચહેરા પર ખંજવાળ, પેટમાં દુખાવો, વારંવાર છીંક આવવી અને નાક વહેવું વગેરે આના લક્ષણો છે. આ રોગથી બચવા માટે તમારે ઘાસ અને ઝાડીઓમાં ખુલ્લા પગે ન ચાલવું જોઈએ, ઘરોની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ અને જંતુના કરડવા માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ બિમારી ભારતમાં પણ ફેલાઈ શકે છે ?

મહામારીના નિષ્ણાત ડો.જુગલ કિશોરના જણાવ્યા મુજબ લોન સ્ટાર ટિક ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. આ જંતુ અમેરિકા અને મેક્સિકોમાં વધુ હોય છે. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં આ એલર્જીના કેસ વધી રહ્યા છે. અગાઉ પણ આવા કેસો સામે આવ્યા છે. આ એલર્જી ખતરનાક નથી, પરંતુ સમયસર લક્ષણો ઓળખવા જરૂરી છે. ભારતમાં આનાથી કોઈ ખતરો નથી, તેમ છતાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.