×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના: નવેમ્બર પછી ભારતમાં સૌથી વધુ કેસ, જોધપુરમાં એક મહિના માટે કર્ફ્યુ

નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2021 શુક્રવાર

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે જોધપુરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. લગ્ન અને જાહેર કાર્યક્રમો માટે 100 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો, શાળાઓ અને કોલેજો ખુલ્લી રહેશે. જોધપુર પોલીસે જારી કરેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

બીજી બાજુ, મધ્યપ્રદેશે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા પડોશી જિલ્લાઓમાંથી આવતા લોકોનું થર્મલ સ્કેનિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ, મધ્યપ્રદેશ સરકારે ભોપાલ, ઇન્દોર, હોશંગાબાદ, બેતુલ, સિવની, છિંદવાડા, બાલાઘાટ, બરવાની, ખંડવા, ખરગોન, બુરહાનપુર, અલીરાજપુર અને મહારાષ્ટ્રનાં નજીકના જિલ્લાઓના કલેક્ટર સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક બોલાવી છે. કોરોના વાયરસ સંક્રમણ અંગે તૈયારી કરવા અને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નજીકના જિલ્લાઓમાંથી આવતા લોકોની કોરોના વાયરસના કેસોની તપાસ માટે સ્ક્રનિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્યની સરહદો પર ચેકપોસ્ટ બનાવવામાં આવશે.