×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના દરમિયાન G-7માં વિશ્વના સ્વાસ્થ્ય અંગે વાત, PM મોદીએ આપ્યો 'વન અર્થ, વન હેલ્થ'નો મંત્ર


- વડાપ્રધાન મોદી 12 જૂન ઉપરાંત 13 જૂનના રોજ પણ જી-7 સમિટના સંપર્ક (આઉટરિચ) સત્રોમાં ડિજિટલ માધ્યમથી ભાગ લેશે

નવી દિલ્હી, તા. 13 જૂન, 2021, રવિવાર

કોરોના મહામારી દરમિયાન વિશ્વની 7 મોટી આર્થિક શક્તિઓ જી-7 સમિટમાં સહભાગી બની રહી છે અને વડાપ્રધાન મોદી પણ આ સમિટમાં વર્ચ્યુઅલી સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીએ ગ્રુપ ઓફ સેવન એટલે કે, જી-7 સમિટના પહેલા આઉટરીચ સત્રમાં પોતાના સંબોધન દરમિયાન 'વન અર્થ, વન હેલ્થ'નો મંત્ર આપ્યો હતો. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે વિશેષ રૂપથી વડાપ્રધાન મોદીના આ મંત્રનો ઉલ્લેખ કર્યો હતો અને તેને મજબૂત સમર્થન આપ્યું હતું. 

આ તરફ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને પહેલી ટ્રિપ્સ છૂટ (TRIPS Waiver) અંગે પીએમ મોદી સાથે પોતાની ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ભારતને  ઓસ્ટ્રેલિયાના મજબૂત સમર્થનથી અવગત કરાવ્યું હતું. બીજી બાજુ ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ભારત જેવા વેક્સિન ઉત્પાદકોને કાચા માલની આપૂર્તિનું આહ્વાન કર્યું જેથી સમગ્ર વિશ્વ માટે મોટા પાયે વેક્સિન ઉત્પાદન સુનિશ્ચિત કરી શકાય. 

સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતમાં કોવિડ સંક્રમણની બીજી લહેર દરમિયાન જી-7 અને અન્ય ગેસ્ટ દેશો દ્વારા આપવામાં આવેલા સમર્થનની પ્રશંસા કરી હતી. તેમણે કોરોના મહામારી સામે લડવા માટેના ભારતના દૃષ્ટિકોણ પર પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાને સંપર્ક ટ્રેસિંગ અને વેક્સિન પ્રબંધન માટે ઓપન સોર્સ ડિજિટલ ટૂલ્સના ભારતના સફળ ઉપયોગ અંગે પણ જણાવ્યું તથા અન્ય વિકાસશીલ દેશો સાથે પોતાના અનુભવ અને વિશેષજ્ઞતા શેર કરવાની ભારતની ઈચ્છાથી અવગત કરાવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્યમાં સુધારા માટેના સામૂહિક પ્રયત્નો માટે ભારતના સમર્થનની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સાથે જ ભવિષ્યની મહામારીઓ રોકવા માટે વૈશ્વિક એકતા, નેતૃત્વ અને એકજૂથતાનું આહ્વાન કરીને આ મામલે લોકતાંત્રિક અને પારદર્શી સમાજોની વિશેષ જવાબદારી પર જોર આપ્યું હતું. 

વડાપ્રધાન મોદી 12 જૂન ઉપરાંત 13 જૂનના રોજ પણ જી-7 સમિટના સંપર્ક (આઉટરિચ) સત્રોમાં ડિજિટલ માધ્યમથી ભાગ લેશે. આ જી-7 સમિટમાં કેનેડા, ઈટાલી, જાપાન, ફ્રાંસ, જર્મની, બ્રિટન અને અમેરિકા જેવા દેશ સામેલ છે. આ વખતે યુકે (બ્રિટન) જી-7નું નેતૃત્વ કરી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સંમેલનમાં જોડાવાની તક મળી છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા જેવા દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 

આ વખતે જી-7માં કોરોના વાયરસ, ફ્રી ટ્રેડ અને પર્યાવરણ અંગે ચર્ચા થશે. તેમાં દુનિયાને કેવી રીતે કોરોના મહામારીમાંથી મુક્ત કરવામાં આવે અને ફરી એક મજબૂત કમબેક કરી શકાય તેના પર વધુ ફોકસ આપવામાં આવશે.