×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો હાહાકાર, દેશનાં આ 10 જિલ્લાઓમાં પરિસ્થિતી બેકાબુ, ટેસ્ટીગ વધારવા પર ફોક્સ

નવી દિલ્હી, 30 માર્ચ 2021 ગુરૂવાર

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ જે ઝડપથી ફેલાઇ રહ્યું છે, તે સૌ કોઇ માટે ચિંતાનો વિષય બન્યું છે, દેશમાં સૌથી વધુ કેસ જે જિલ્લાઓમાંથી આવ્યા છે  તે 10 માંથી 8 મહારાષ્ટ્રમાંથી છે, કોરોનાનો ગઢ મનાતા દિલ્હી અને બેંગ્લુરૂનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે મંગળવારે જણાવ્યું કે દેશમાં 10 જિલ્લાઓમાં સૌથી વધુ કોરોનાનાં એક્ટિવ કેસ છે, તેમાં પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાશિક, ઔરંગાબાદ, બેંગલુરૂ અર્બન, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ થાય છે, નિતી પંચનાં સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે ભલે કેટલાક જિલ્લાઓમાં હાલ ગંભીર પરિસ્થિતી છે, પરંતું સમગ્ર દેશમાં સંભવિત જોખમ છે, કોરોનાને રોકવા અને જિંદગીઓ બચાવવા માટે  તમામ પગલા ભરવાની જરૂર છે. 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે દેશમાં સપ્તાહિક પોઝિટિવિટી રેટની સરેરાસ 5.65 ટકા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સાપ્તાહિક સરેરાસ 23%, પંજાબમાં 8.82%, છત્તાસગઢમાં 8 ટકા, મધ્ય પ્રદેશમાં 7.82 ટકા, તમિલનાડુમાં 2.04 ટકા, કર્ણાટકમાં 2.45 ટકા, ગુજરાતમાં 2.2 ટકા અને દિલ્હીમાં 2.04 ટકા છે, ભુષણે જણાવ્યું  કે અમે રાજ્યોનાં પ્રતિનિધીઓ સાથે ચર્ચા કરી છે, તેમને પુછવામાં આવ્યું કે તમે ટેસ્ટીંગ શા માટે નથી વધારી રહ્યા, ટેસ્ટીગ વધારવું જરૂરી છે અને ફોક્સ આરટી-પીસીઆર પર રાખો, વધુ વસ્તીવાળા વિસ્તારોમાં સ્ક્રિનિંગ માટે રેપિડ એન્ટિજન ટેસ્ટનો ઉપયોગ થાય.