×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો નવો વેરિયન્ટ છે વધુ ચાલાક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સાવચેત રહેવું જરૂરી – ડો.વી.કે. પોલ

નવી દિલ્હી, 15 જુન 2021 મંગળવાર

દેશમાં કોરોનાનાં કેસ અંગે આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે જણાવ્યું કે હજુ પણ દેશમાં લગભગ 9 લાખ એક્ટિવ કેસ છે, 20 રાજ્યોમાં 5 હજારથી પણ ઓછા એક્ટિવ કેસ છે,  જો કે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,17,525 રિકવરી થઇ છે.


સાથે એમ પણ કહ્યું કે અત્યાર સુધીમાં દેશના 26 કરોડથી વધુ લોકોને રસીનો એક ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોના વાયરસ સામેની લડતમાં રસીકરણ એ એક વધારાનું સાધન છે. હું દરેકને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા અને માસ્ક પહેરવા અને સામાજિક અંતર સહિતના કોરોના પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરું છું. ઉપરાંત, શક્ય તેટલું મુસાફરી કરવાનું ટાળો.

જ્યારે નિતી આયોગનાં સભ્ય ડો. વી કે પોલએ કહ્યું કે કોરોના વાયરસનાં નવા વેરિયેન્ટ 2020ની તુલનામાં વધુ ચાલાક થઇ ગયો છે, હવે આપણે વધુ સાવધાની રાખવાની છે, આપણે હવે વધુ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની જરૂર રહેશે, માસ્ક સતત પહેરેલું રાખવું પડશે, તેના વગર પરિસ્થિતી ફરીથી ખરાબ થઇ શકે છે.