×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો કહેરઃ પૂણેમાં સાત દિવસ માટે આંશિક લોકડાઉન, હોટલો-બાર-રેસ્ટોરન્ટો બંધ


મુંબઈ, તા. 4. એપ્રિલ, 2021 શુક્રવાર

મહારાષ્ટ્રમાં કોરોનાએ ભયંકર સ્થિતિ સર્જી છે.આખા દેશમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ મહારાષ્ટ્રમાં જ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં લોકડાઉન લાગુ થશે કે નહીં તેની અટકળો વચ્ચે પૂણે શહેરમાં આંશિક લોકડાઉન લાગુ કરી દેવાયુ છે.જે સાત દિવસ માટે રહેશે.

આ લોકડાઉન અંગે ગાઈડલાઈન જાહેર કરાઈ છે.જેમાં જરુરી સેવાઓને બાકાત રખાઈ છે.સરકારના આદેશ પ્રમાણે બાર, રેસ્ટોરન્ટ, હોટલો આગામી સાત દિવસ સુધી બંધ રહેશે.જોકે હોમ ડિલિવરી માટે છૂટ આપવામાં આવી છે.સરકારના આદેશ પ્રમાણે લગ્ન અને અંતિમ સંસ્કારને છોડીને બીજા તમામ પ્રકારના કાર્યક્રમો પર રોક લગાવી દેવાઈ છે.લગ્નમાં પણ મહત્તમ 20 અને અંતિમ ક્રિયામાં 50 લોકો જ સામેલ થઈ શકશે.સરકારનો નવો આદેશ આવતીકાલથી લાગુ થશે.

દરમિયાન મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.કારણકે આજે સાંજે સીએમ ઉધ્ધવ ઠાકરેએ અધિકારીઓની એક બેઠક બોલાવી છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 43000 દર્દીઓ સામે આવ્યા છે.આમ અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 28 લાખને પાર કરી ગઈ છે.ભારતમાં પણ સૌથી વધારે કોરોનાના દર્દીઓ મહારાષ્ટ્રમાં જ છે.