×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની સારવારમાં DRDO ની દવા 2-DG ને મળી મંજૂરી, જાણો તેની વિશેષતા અંગે

નવી દિલ્હી, 8 મે 2021 શનિવાર

કોરોના વાયરસની બીજી લહેર સામે લડતા ભારત માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. ડો. રેડ્ડીની લેબનાં સહયોગથી DRDOની લેબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સિસ દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની ઓરલ દવા, 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. દવાનાં ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો સૂચવે છે કે આ દવા હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદરૂપ થાય છે અને તે સાથે જ આ દવા દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને પણ ઘટાડે છે.

આ દવા લેતા કોરોનાનાં દર્દીઓનો કોરોના રિપોર્ટ પણ આરટી-પીસીઆર ટેસ્ટમાં નેગેટીવ આવ્યા છે. આ રોગચાળામાં, આ દવા કોરોના વાયરસ સામે ઝઝુમી રહેલા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોરોના રોગચાળા સામે લડવાની પીએમ મોદીની હાંકલને પગલે DRDO એ કોરોનાની દવા 2-DG બનાવવાની પહેલ કરી હતી.

એપ્રિલ 2020 માં, રોગચાળાના પહેલી લહેર દરમિયાન, INMAS-DRDO વૈજ્ઞ3નિકોએ હૈદરાબાદનાં સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (CCMB) ની મદદથી લેબમાં પ્રયોગો કર્યા અને જાણવા મળ્યું કે આ અણુ SARS-CoV-2 વાયરસ સામે અસરકારક રીતે કામ કરે છે. કાર્ય કરે છે અને વાયરસની વૃધ્ધીને ફેલાતી અટકાવે છે. આ પરિણામોના આધારે, DCGIએ મે 2020 માં આ દવાનાં બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી હતી.