×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની વધુ એક દવાને મળી મંજૂરી, DRDOની દવાથી ઘટશે ઓક્સિજનની જરૂરિયાત


- 2-DG દવાના ઉત્પાદનની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડી લેબોરેટરીઝને આપવામાં આવી

નવી દિલ્હી, તા. 8 મે, 2021, શનિવાર

કોરોના સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે શનિવારે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ દવા DRDOની ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયડ સાયન્સિઝ (INMAS) અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (CCMB) સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ દવાને હાલ 2-deoxy-D-glucose (2-DG) નામ આપવામાં આવ્યું છે અને તેના ઉત્પાદનની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડી લેબોરેટરીઝને આપવામાં આવી છે. 

આ દવાના ક્લીનિકલ ટ્રાયલ્સ સફળ સાબિત થયા છે. એક દાવા પ્રમાણે જે દર્દીઓ પર તેની ટ્રાયલ કરવામાં આવી તેમનામાં ઝડપી રિકવરી જોવા મળી હતી. સાથે જ દર્દીઓની ઓક્સિજન પરની નિર્ભરતા પણ ઘટી ગઈ હતી. એવો પણ દાવો છે કે, આ દવાના ઉપયોગથી દર્દીઓનો કોરોના રિપોર્ટ બાકીના દર્દીઓની તુલનાએ જલ્દી નેગેટિવ આવી રહ્યો છે. મતલબ કે તેઓ જલ્દી સાજા પણ થઈ રહ્યા છે. 

DRDOના વૈજ્ઞાનિકોએ એપ્રિલ 2020માં લેબમાં આ દવા પર પ્રયોગો કર્યા હતા. પ્રયોગ દરમિયાન આ દવા કોરોના વાયરસને રોકવામાં મદદ કરતી હોવાનું સામે આવ્યું હતું. તેના આધાર પર DCGIએ મે 2020માં ફેઝ-2 ટ્રાયલ્સને મંજૂરી આપી હતી.