×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની ત્રીજી લહેર નરમ પડી: શું રાત્રિ કર્ફ્યુંમાંથી મુક્તિ મળશે?


ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં કેસની સંખ્યા ઘટી રહી છે, કોરોનાની અસર પણ ઘટી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે દેશભરની રાજ્ય સરકારોને વિવિધ પ્રકારના નિયંત્રણહળવા કરવા કે રદ્દ કરવા માટે પત્ર લખી જાણ કરી છે.આ પત્રના આધારે વિવિધ રાજ્ય સરકારે સ્થાનિક સ્થિતિના આધારે નિર્ણય લેવાની છૂટ છે.

કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભુષણે એક પત્રમાં જાણ કરી છે કે દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે ત્યારે  ત્રીજી લહેરની શરૂઆતમાં લાદવામાં આવેલા નિયંત્રણની સમીક્ષા કરવી, તેને હળવા કરવા અથવા તો સ્થાનિક સ્થિતિના આધારે તે સંપૂર્ણ ઉઠાવી લેવા જોઈએ.

અત્રે યાદ રાખવું જોઈએ કે ત્રીજી લહેર દરમિયાન ગુજરાત રાજ્યમાં સરકારે નાઈટ કર્ફ્યુંનો અમલ કર્યો છે, તેમજ સિનેમા હોલ, લગ્ન, પાર્ટી કે હોટેલ રેસ્ટોરન્ટમાં હાજર લોકોની સંખ્યા ઉપર નિયંત્રણ મુકેલા છે. અત્યારે ગુજરાતમાં રાત્રે ૧૨ થી સવારે ૫ સુધી કર્ફ્યુંનો અમલ થાય છે. આ ઉપરાંત, હોટેલ, રેસ્ટોરન્ટ અને આવશ્યક ચીજો સિવાયની દુકાનો રાત્રે ૧૧ સુધી ખુલ્લી રાખવાની છૂટ આપેલી છે.દરમિયાન, બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ઘટી ૮૮૪ થઇ હતી અને રાજ્યમાં કુલ ૧૩ દર્દીઓના મૃત્યુ હતા. ત્રીજી લહેર જયારે તીવ્ર હતી ત્યારે રાજ્યમાં દૈનિક ૨૪,૦૦૦ કરતા વધારે કેસ આવતા હતા.

ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કેસ સતત ઘટી રહ્યા છે અને છેલ્લા માત્ર ૨૭,૪૦૯ કેસ નોંધાયા છે જયારે આગલા સપ્તાહમાં સરેરાશ ૫૦,૪૭૬ કેસ આવતા હતા. પોઝીટીવીટી રેટ એટલે કે ટેસ્ટ કરવામાં આવે ત્યારે કોરોના પ્રભાવિત દર્દીનું પ્રમાણ પણ હવે માત્ર ૩.૬૩ ટકા થઇ ગયું છે.

આરોગ્ય સચિવે આ પત્ર રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીઓને પાઠવ્યો છે. પરંતુ, મહામારીસંપૂર્ણ રીતે ખત્મ નહિ થઇ હોવાથી દર્દીઓનું ટેસ્ટીંગ, પોઝીટીવ દર્દીઓમાં ટ્રેકિંગ અને વેક્સિનેશન સતત ચાલુ રાખવું અને તેમાં ઢીલ નહી કરવી એવી સુચના આપી છે.