×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની જેમ ઘાતક બની રહ્યો છે H3N2 વાયરસ, આ રાજ્યએ સ્કૂલ બંધ રાખવાનો કર્યો નિર્ણય

Image : pixabay

અમદાવાદ, 15 માર્ચ 2023, બુધવાર

દેશમાં કોરોના મહામારી બાદ હવે એક નવા વાયરસે ચિંતા વધારી દીધી છે. દેશના કેટલાક રાજ્યોમાં H3N2 વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે. આ વધી રહેલા કેસોથી સાવધાની રુપે પગલા લેવામાં આવી રહ્યા છે. આ માટે દેશના કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે.

H3N2 વાયરસે રાજ્ય સરકારોની ચિંતા વધારી

દેશમાં વધી રહેલા H3N2 કેસોથી રાજ્ય સરકારોની ચિંતામા વધારો કર્યો છે. આ વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યો દ્વારા સ્કૂલ બંધ રાખવાના નિર્ણયો પણ લીધા છે. પુડુચેરીમાં ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો આગામી 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા પુડુચેરીના શિક્ષણ મંત્રી નમાસ્સિયમે જણાવ્યુ હતું કે ચેપી વાઈરસને કારણે 10મી માર્ચથી 26મી માર્ચ સુધી સ્કૂલ બંધ રહેશે. 

દિલ્હીની હોસ્પિટલમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે

દિલ્હીમાં પણ H3N2 કેસોમાં વધારો થઈ રહ્યો છે. ડૉક્ટરે જાણકારી આપી છે કે આ વાયરસથી તાવ, શરદી અને શરીરમાં દર્દ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે કેટલાક મામલામાં સતત સુકી ઉધરસ થાય છે જેનાથી દર્દીને ખુબ જ નબળાઈ આવી જાય છે. ડૉકટરોએ જણાવ્યું હતું કે આવી ફરિયાદો સાથે ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સલાહકાર ડૉક્ટરે જણાવ્યુ હતું કે ઋતુ પરિવર્તન, વાયરસના પરિવર્તનને કારણે વધતા કેસોના સંભવિત કારણો સમજાવ્યા હતા. 

ગોવા સરકાર એક બેઠકનું આયોજન કરશે

ગોવા સરકારે H3N2ને કેસોને લઈને મંગળવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યુ છે જેમા આ ઝડપથી ફેલાઈ રહેલા વાયરસ વિશે ચર્ચા થશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે સરકાર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશનું સખત પાલન થાય તે સુનિશ્ચિત કરશે. ગોવામાં આ વર્ષે હજુ સુધી H3N2નો કોઈ કેસ જોવા મળ્યો નથી.