×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના B.1.617 વેરિએન્ટને ‘ભારતીય‘ કહેવા પર કેન્દ્ર સરકાર એક્શનમાં, કહ્યું- WHOની રિપોર્ટમાં ક્યાંય ઉલ્લેખ નથી

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર

કોરોના વાયરસના કહેર વચ્ચે ભારત સરકારે તે તમમા મીડિયા રિપોર્ટસને રદિયો આપ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે દુનિયાના 44 દેશોમાં કોરોનાનો ભારતીય વેરિએન્ટ મળ્યો છે. આ સામાચરોમાં કહેવામાં આવ્યું હતું કે B.1.617 વેરિએન્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભરતીય વેરિએન્ટ કહ્યો છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ક્યાંય પણ ભારતીય શબ્દનો પ્રયોગ કર્યો નથી. 

ભારત સરકાર દ્વારા જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે ઘણા બધા મીડિયા સંગઠનોએ સમાચાર આપ્યા છે કે વિઅવ સ્વાસ્થ્ય સંગઠને B.1.617 વેરિએન્ટને વૈશ્વિક સમુદાય માટે જોખમી ગણાવ્યો છે. કેટલાક સમાચારોમાં B.1.617 વેરિએન્ટને ભારતીય વેરિએન્ટ ગણાવ્યો છે. આ તમમા સમાચારો આધારહિન છે.

તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ટ્વિટર પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વાયરસના કિ પણ વેરિએન્ટને દેશના નામ પર રિપોર્ટ નથી કરતું. સંગઠન વાયરસના સ્વરુપને વૈજ્ઞાનિક નામથી ઓળખે છે અને બાકીના લોકોને પણ આવું કરે તેવી આશા રાખે છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે આ સ્પષ્ટ કરવામાં આવે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પતાના 32 પાનાન દસ્તાવેજમાં B.1.617 વેરિએન્ટ માટે ક્યાંય પણ B.1.617 વેરિએન્ટ માટે ભારતીય શબ્દનો ઉપયોગ નથી કર્યો. સત્ય પણ એ છે કે રિપોર્ટમાં ક્યાંય પણ ભરતીય શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યારે જે વેરિએન્ટનો કહેર દેખાય રહ્યો છે, તેને બ્રિટેન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા બાદ કોરોનાનો ચોથો વેરિએન્ટ માનવામાં આવી રહ્યો છે. આ વાયરસને ડબસ મ્યુટેંટ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શરીરમાં એન્ટીબોડીનો નાશ કરે છે. આ વેરિએન્ટની ઓળખ પહેલા વખત 5 ઓક્ટોબર 2020ના રોજ થઇ હતી. ત્યારે ભારતમાં તેનો ફેલાવો વ્યાપક નોહોતો.