×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના વળતા પાણી? રાજ્યમાં આજે પણ નવા કેસની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધારે, મોત પણ ઘટ્યા

- નવા કેસ કરતા આજે સાજા થનાર લોકોની સંખ્યા 1000 જેટલી વધારે

અમદાવાદ, તા. 7 મે 2021, શુક્રવાર

રાજ્યમાં હવે કોરોના વાયરસનો કહેર ઓછો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકાર જે આંકડાઓ જાહેર કરી રહી છે તેના પરથી એવું લાગે છે કે ગુજરાતમાં કોરાનાના વળતા પણી થયા છે. આજે પણ રાજ્યમાં કોરોનાના નવી કેસોની સામે કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યા વધારે છે. બીજી બાજુ હવે મોતની સંખ્યામાં પણ ધીરે-ધીરે ઘટાડો થઇ રહ્યો છે. તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.


આજે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના નવા 12,064 કેસ નોંધાયા છે, જ્યારે 119 દર્દીઓનાં મોત નિપજ્યાં છે તો બીજી બાજુ રાજ્યમાં આજે 13,085 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. તો રાજ્યમાં કુલ 1,32,14,916 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે મોતના આંકડામાં પણ ઘટાડો નોંધયો છે. અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 8154 પર પહોંચ્યો છે. 


આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસો, 775 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 1,45,610 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.