×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના વળતા પાણીઃ ત્રણ મહિના બાદ દેશમાં 50 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા, 1167ના મોત


- દેશમાં 6,62,521 એક્ટિવ કેસ : વેક્સિનેશનનો આંકડો 28,87,66,201 પર પહોંચી ગયો 

અમદાવાદ, તા. 22 જૂન 2021, મંગળવાર

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ત્રણ મહિના બાદ એટલે 91 દિવસ બાદ સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્ર્યાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 42,640 નવા કેસ સામે આવ્યાં છે. તો 81,839 દર્દીને રજા આપવામાં આવી છે. દરમિયાન 1167 દર્દીના મોત થયા છે. 

દેશમાં વેક્સીનેશનની પ્રક્રીયા પૂરજોશમાં ચાલુ છે. હવે 45 વર્ષના નાગરિકો સહિત 18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવાનું અભિયાન પૂરજોશમાં ચાલુ છે.  છેલ્લા 24 કલાકમાં 86,16,373 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. આ સાથે દેશમાં વેક્સિનેશનનો આંકડો 28,87,66,201 પર પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાના 42,640 નવા કેસ સામે આવ્યાં બાદ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2,99,77,861 પર પહોંચી ગઇ છે. વળી, 1,167 નવા મોતની સાથે જ મૃત્યુઆંકની સંખ્યા 3,89,302 થઇ ગઇ છે. દેશમાં કોરોનાના કુલ 2,89,26,038 દર્દી અત્યાર સુધી સાજા થયા છે. હાલ દેશમાં 6,62,521 એક્ટિવ કેસ છે.

દરમિયાન છત્તીસગઢમાં સંક્રમિતોની સંખ્યા દસ લાખની નજી પહોંચી છે. તો ઝારખંડમાં સોમવારના રોજ એક પણ મોત નીપજ્યું નથી, જ્યારે હરિયાણામાં 29 લોકોના મોત થયા છે.

આસામમાં રોકેટ ગતિએ કોરોના
આસામમાં સોમવારના રોજ કોરોનાના નવા 2805 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો આંકડો 4,85,310 પર પહોંચ્યાં છે. જ્યારે સંક્રમણના કારણે 35ના મોત સાથે આંકડો વધીને 4,243 થઇ ગયા છે. આસામમાં સંક્રમણનો દર 1.64 ટકા નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યારે 31,278 એક્ટિવ કેસ છે, જ્યારે 4,48,442 લોકો અત્યાર સુધી સાજા થયા છે. 

દક્ષિણ ભારતમાં કેસ ઘટ્યાં
તામિલનાડું, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં છેલ્લા ઘણા દિવસમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા છે. તામિલનાડુમાં છેલ્લા 24 કલાક દરમિયાન 7,427 નવા કેસ સામે આવ્યાં છે અને 189 લોકોના મોત નીપજ્યાં છે.