×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના વધી રહેલા સંકટ વચ્ચે અમદાવાદના આ વિસ્તારના વેપારીઓએ સ્વૈચ્છિક પ્રતિબંધો લગાવ્યા

અમદાવાદ, તા. 18 એપ્રિલ 2021, રવિવાર

રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાગરોની સ્થિતિ દિન પ્રતિનિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાય ચે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે.

ત્યારે આજ કડીમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વેપારીઓ દ્વારા કોરનાના વધતા સંકટને ધ્યાને રાખીને સ્વૈચ્ચિક બંધનો નિર્ણય કર્યો છે. જેમાં નરોડા, ખોખરા, અમરાઇવાડી સહિતના શહેરના વિસ્તારો સામેલ છે. આ તમામ જગ્યા પર વેપારીઓ અને શહેરીજનોએ જાતે અમુક દિવસનું બંધ પાલવાનો નિર્ણય કર્યો છે.


નરોડોમાં 20 એપ્રિલથી ત્રણ દિવસ દુકાનો બંધ 

શહેરના નરોડા વિસ્તારમાં આગામી 20 એપ્રિલથી ત્રણ દિવસ સુધી જુરી વસ્તુઓને છોડીને તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. નરોડા વેપારી ઓસોસિએશન તથા નરોડા ગ્રામજનો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દૂધ, દવા અને અન્ય જીવનરુરી વસ્તુને છોડીને અન્ય તમામ દુકાન બંધ રહેશે.

ખોખરામાં વેપારીઓનું વીકેન્ડ લોકડાઉન જાહેર

શહેરમાં બેકાબૂ થઇ રહેલા કરોના વચ્ચે ખોખરામાં પણ વેપારીઓ દ્વારા વીકેન્ડ લોકડાઉન જાહેર કર્યું છે. જેના કારણે ખોખરાના રાધે મોલ વિસ્તારની તમામ દુકાનો બંધ જોવા મળી હતી. ખોખરામાં ફક્ત મેડિકલ અને જરૂરી વસ્તુની દુકાનોને જ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. 


સાબરમતીમાં 3 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે

શહેરના સાબરમતી વેસ્તારમાં પણ તમામ દુકાનો બપોરન ત્રણ વાગ્યા બાદ બંદ રહેશે. દવાની દુકાનો સિવાય આખું બજાર આગામી 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ પછી બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આવતીકાલ તારીખ 19 એપ્રિલથી આ નિર્ણય લાગુ થશે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં લોકો અને વેપારીઓ હવે ધીમેધીમે સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે.