×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના વધતાં કેસને ટ્રેક કરવા ચીન માટે પણ અશક્ય, સતત વધી રહ્યા છે કેસ

Image Pixabay












તા. 14 ડીસેમ્બર 2022, બુધવાર

ચીનમાં કોવિડ-19 ચેપનું વાસ્તવિક આંકડો જાણવું હવે "અશક્ય" બની ગયું છે. ચીનની અગ્રણી આરોગ્ય સંસ્થાએ બુધવારે આ માહિતી આપતા કહ્યું કે ચીને અચાનક ઝીરો-કોવિડ પોલિસી પુર્ણ થયા બાદ આરોગ્ય અધિકારીઓએ બેઇજિંગમાં કોવિડના ઝડપી ફેલાઈ રહ્યો હોવાની ચેતવણી આપી છે. કોરોના રોગચાળાના લગભગ ત્રણ વર્ષ પછી ચીને ગયા અઠવાડિયે માસ ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઇન પરના નિયંત્રણો હળવા કર્યા. જેનાથી ચીનમાં કોવિડના આંકડામાં સત્તાવાર રીતે મોટો ઘટાડો જોવા મળ્યો. જ્યારે ચીનમાં ગયા મહિને જ કોરોના સંક્રમણના નવા રેકોર્ડ જોવા મળી રહ્યા છે.

હવે દેશના મોટાભાગના ભાગોમાં હવે પરીક્ષણની આવશ્યકતા નથી. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય અધિકારીઓએ બુધવારે સ્વીકાર્યું કે તેના સત્તાવાર આંકડા કરતાં પરિસ્થિતિનું સાચુ ચિત્ર અલગ છે.  NHC એ તેના નિવેદનમાં કહ્યું, કે ઘણા લોકો હવે લક્ષણો ન હોવાથી કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી, તેથી હવે લક્ષણો વિના સંક્રમિત લોકોનો વાસ્તવિક આંકડો જાણવો મુશ્કેલ છે. જ્યારે સરકારી મીડિયા અનુસાર આ નિવેદન પહેલા ઉપરાષ્ટ્રપતિ સન ચુનલાને કહ્યું હતુ કે રાજધાનીમાં નવા ચેપ ઝડપીથી વધી રહ્યા છે.