×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના નવા વેરિએન્ટથી ભારત ચિંતામાં, 30 વખત બદલાયુ છે આ વાયરસનુ સ્વરુપ


નવી દિલ્હી, તા. 26. નવેમ્બર, 2021 શુક્રવાર

કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી આખી દુનિયા ફરી એક વખત ચિંતામાં છે.ભારતે પણ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહ્યુ છે.

નવો વેરિએન્ટ સાઉથ આફ્રિકામાં જોવા મળ્યો છે.એવુ કહેવાય  છે કે, તે વધારે ઝડપથી ફેલાય છે અને તે 30 વખત પોતાનુ સ્વરુપ બદલી ચુકયો છે.આ વેરિએન્ટને હવે બી.1.1.529 નામ આપવામાં આવ્યુ છે.

નવા વેરિએન્ટથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા લોકોનુ સ્ક્રીનિંગ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.આ તમામ મુસાફરો ભારતમાં ઉતરશે એટલે એરપોર્ટ પર તેમની તપાસ કરવામાં આવશે.

30 થી વધારે વખત પોતાનુ સ્વરુપ બદલી ચુકેલા આ વેરિએન્ટને એટલે જ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે કે, તે ઝડપથી પોતાનુ સ્વરુપ બદલી શકે છે.બીજી લહેરમાં ડેલ્ટા તેમજ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જાન લેવા સાબિત થયો હતો.સૌથી વધારે ચિંતાની વાત એ છે કે, હાલની વેક્સીન આ વાયરસ પર અસર કરે છે કે નહીં તેની ચોક્કસ જાણકારી હજી કોઈની પાસે નથઈ.તેનો અભ્યાસ થઈ રહ્યો છે.

ભારત દ્વારા હવે નવા વેરિએન્ટને ધ્યાનમાં રાખીને બીજા દેશોમાંથઈ અને ખાસ કરીને આફ્રિકાના દેશોમાંથી આવનારા લોકોનુ એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવાનુ નક્કી કરાયુ છે.

બીજી લહેરમાં યુરોપમાં કહેર મચાવી રહેલા ડેલ્ટા વાયરસના કારણે ઘણા ભારતીયો પાછા ફર્યા હતા અને તેના કારણે આ વાયરસની ભારતમાં પણ એન્ટ્રી થયા બાદ તબાહી મચી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ નવા વેરિએન્ટને લઈને વૈજ્ઞાનિકોની એક મહત્વની બેઠક બોલાવી છે.વધારે ને વધઆરે લોકોને કોરોના વેક્સીન લગાવીને કદાચ તેનો સામનો થઈ શકશે તેવુ ઓર્ગેનાઈઝેશનનુ કહેવુ છે.